ખબર

કોરોના વાયરસના કારણે ઘરમાં બંધ આ વ્યક્તિએ પોતાનું વજન કરી દીધું 100 કિલો, હોસ્પિટલમાં કરવો પડ્યો દાખલ

દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે આ વાયરસથી બચવાનો એક માત્ર ઉપાય છે ઘરમાં બેસી રહેવું,, પણ ઘરમાં બેસી રહેવું પણ એટલું સહેલું નથી હોતું, આ સમય દરમિયાન દુનિયાભરમાં ઘણા બધા લોકોને ઘરમાં બેઠા બેઠા જ વજન વધવાની સમસ્યા થઇ રહી છે, કારણ કે ઘરની અંદર ખાવા પીવાનું પુષ્કળ મળે છે પરંતુ કસરત થોડી પણ નથી થતી, આવી જ હાલત ચીનના વુહાન શહેરમાં એક વ્યક્તિની થઇ ગઈ, જે વાયરસથી બચવા તો પોતાના ઘરમાં બેસી ગયો, પરંતુ ઘરમાં બેસીને તેને પોતાનું વજન 100 કિલો વધારી દીધું.

Image Source

ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના કારણે લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ હતો ત્યારે 26 વર્ષના એક વ્યક્તિએ પોતાના વજનમાં 100 કિલોનો વધારો કરી દીધો. કોરોના વાયરસના કારણે હોસ્પિટલમાં ભીડ મળતા આ વ્યક્તિ પોતાનો ઈલાજ કરાવવા માટે પણ ના ગયો જેના કારણે તેનું વજન સતત વધતું ગયું.

Image Source

આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે અચાનક તેનું વજન વધી જવાના કારણે 280 કિલોગ્રામના કે ઝોઉને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો.  એવું પણ જણાવ મળી રહ્યું છે કે તે વુહાનમાં સૌથી વધુ વજન ધરાવનાર વ્યક્તિ બની ગયો છે.  ઝોઉ શહેરના એક ઇન્ટરનેટ કેફેમાં કામ કરે છે પરંતુ લોકડાઉનના કારણે તેને પાંચ મહિના ઘરમાં જ રહેવું પડ્યું હતું અને તેના કારણે તેનું વજન પણ વધી ગયું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.