ખબર

બે દિવસથી ખોવાયેલું કૂતરું મૃત મળ્યું ત્યારે માલિકે પણ દુઃખમાં જ આપી દીધો પોતાનો જીવ, ખુબ જ કરુણ ઘટના

માણસ અને પ્રાણીઓ વચ્ચેના સંબંધો પણ  ખુબ જ પ્રેમાળ છે. ઘણા લોકો પોતાના ઘરની અંદર પાલતુ પ્રાણીઓને રાખતા હોય છે. ખાસ કરીને કુતરા પાળવાનું આપણે વધારે પસંદ કરીએ છીએ. ઘરમાં રહેતા પ્રાણીઓ સાથે ઘણીવાર એવી લાગણી પણ બંધાઈ જાય છે કે તેના વગર આપણે રહી પણ નથી શકતા કે ના તે આપણા વગર રહી શકે છે.

Image Source

હાલમાં એવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિને પોતાનું પાલતુ કૂતરું ગાયબ થયું અને બે દિવસ પછી મૃત હાલમાં મળ્યું ત્યારે તે વ્યક્તિએ પણ તેના દુઃખમાં તે જ દિવસે પોતાના ઘરની અંદર ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ આપી દીધો હતો.

Image Source

આ સમગ્ર ઘટના છે મધ્ય પ્રદેશના છીંદવાડા જિલ્લાના સોનપુરી મલ્ટી સ્થિત આવેલા ઘરની, જ્યાં રહેવા વાળા સોમદેવ પોતાના પાલતુ કુતરાના મૃત્યુથી ખુબ જ દુઃખી હતો. તે કુતરાના મૃત્યુ બાદ એટલો દુઃખી થઈ ગયો કે પોતાના સુમસાન ઘરમાં આત્મહત્યા કરી લીધી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.

Image Source

મૃતક સોમદેવના દીકરા અમન મંડલે જણાવ્યું કે: “અમારા ઘરમાં એક પાલતુ કૂતરો હતો. જેનું સવારે જ મૃત્યુ થઇ ગયું. કુતરાના મૃત્યુના કારણે પિતા ખુબ જ દુઃખી હતા. તેમને ડ્રિન્ક પણ કર્યું હતું. અમે બપોરે 1 વાગે કામ ઉપરથી ઘરે પાછા આવ્યા ત્યારે તેમને ગળામાં દોરડું બાંધી અને ફાંસો ખાઈ લીધો હતો.