ખબર

Good News: લગ્ન કરતા પરિવારો માટે, ગુજરાતમાં લગ્ન માટે નહિ લેવી પડે કલેકટરની મંજૂરી પરંતુ આ નિયમોનું રાખવું પડશે ધ્યાન અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી

ગુજરાતની અંદર કોરોનાના વધતા વ્યાપ વચ્ચે હવે લગ્ન સમારંભમાં પણ 200 મહેમાનોની જગ્યાએ માત્ર 100 મહેમાનો સાથે જ લગ્ન સમારંભો યોજવાના આયોજનો કરવા પડી રહ્યા છે. ત્યારે લગ્ન માટે પણ કલેકટરશ્રીની કચેરી તેમજ પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી લેવાની પણ જાહેરાત કરવામાં આવી છે તેવી વાતો સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે.

આજકાલ સોશિયલ મીડિયામાં પણ એક મીમ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે જેમાં લોકો કંકોત્રી લઈને કલેકટર કચેરીની બહાર લાઈન લગાવીને ઊભા છે અને સાથે એવો પણ મેસેજ વાયરલ થયો છે કે લગ્નની કંકોત્રી ભગવાનને આપતા પહેલા હવે કલેક્ટરને આપવી પડશે.

પરંતુ રાજકોટ શહેર અને જિલ્લા કલેકટરના જણાવ્યા અનુસાર લગ્નની જિલ્લા કલેક્ટર પાસે મંજૂુરી માગવાની કોઇ જરુરિયાત નથી પરંતુ લગ્ન કરનાર પરિવારજનો દ્વારા લગ્ન સમારંભની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે અને લગ્નમાં 100 લોકોનો જ સમાવેશ કરવામાં આવશે.

તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન માટે પહેલા કલેકટર કચેરીએથી પરવાનગી લેવાની રહેશે તેને માત્ર અફવા જ જણાવવામાં આવી છે. લગ્ન માટે કલેકટર કચેરીએથી કોઈ પરવાનગી લેવાની જરૂર નથી. તેના માટે નજીકના પોલીસ સ્ટેશનમાંથી જ પરવાનગી આપવામાં આવશે. તેવું અમદાવાદ કલેકટર ઓફિસમાંથી પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.