જાણવા જેવું પ્રવાસ

3-4 હજાર રૂપિયાના બજેટમાં અહીં વિતાવો તમારો વિકેન્ડ, દિલ થઇ જશે ખુશ!!!

આપણામાંથી ઘણા લોકો એવા છે કે જેને ફરવાનો શોખ તો હોય છે પરંતુ તેમનું બજેટ ઓછું હોય છે. એટલે તેઓની ફરવાની ઈચ્છાઓ અધૂરી જ રહી જાય છે. તો આવા જ ફરવાના શોખીનો માટે અમે લઈને આવ્યા છીએ, ઓછા બજેટમાં વિકેન્ડ ગાળી શકાય એવી સુંદર જગ્યાઓ, જ્યા તમે 3-4 હજાર રૂપિયામાં ફરી શકો છો.

શિમલા-કુફરી –

Image Source

વિકેન્ડ માટે હિમાચલ પ્રદેશનું શિમલા-કુફરી એક સુંદર જગ્યા હોઈ શકે છે. અહીં બે દિવસ-બે રાતનું પેકેજ લઇ શકાય છે. અહીં ટૂર પેકેજ ખૂબ જ આસાનીથી 5000 રૂપિયાની અંદર થઇ શકે છે. તો જો તમે ખૂબ જ લક્ઝરી હોટેલ ન માંગો તો અહીં તમે સારી હોટલ્સમાં પણ રૂમ 1500થી 800 રૂપિયામાં મળી શકે છે. અહીં તમે ભારતના કોઈ પણ મોટા શહેરથી બસ દ્વારા પહોંચી શકો છો. દિલ્હીથી ટ્રાવેલ્સની બસો પણ મળી જાય છે, અને ભાડે ગાડી પણ મળી જાય છે.

કસૌલ –

Image Source

હિમાચલ પ્રદેશનું કસૌલ ચંદીગઢ-મનાલીની વચ્ચે આવતું એક હિલ સ્ટેશન છે. અહીં હોટલોમાં રૂમ વ્યાજબી ભાવે મળી રહે છે. પ્રવાસીઓના ફરવાની સીઝન ન હોય ત્યારે અહીં હોટલો 800 રૂપિયામાં પણ મળી રહે છે. તમે 800થી 1500 રૂપિયા સુધીની હોટલ લઇ શકો છો. કસૌલમાં ખાવા-પીવાનું સસ્તું મળી રહે છે. દિલ્હીથી મનાલી જતી બસો દિવાકર પણ કસૌલ જઈ શકાય છે.

નૈનિતાલ –

Image Source

નૈનિતાલ ઉત્તરાખંડની એક શાનદાર જગ્યા છે. અને અહીં તમે બજેટમાં ફરી શકો છો. વરસાદની ઋતુ સિવાય અહીં ક્યારેય પણ વેકેશન કરવા આવી શકાય છે. નૈનીતાલની આસપાસ ખૂબ જ બધી જોવા લાયક જગ્યાઓ છે. અહીં આરામથી હોટલ અને ગેસ્ટ હાઉસ રહેવા માટે મળી જાય છે. અહીં તમને 1000 રૂપિયામાં હોટલમાં એક સારો રૂમ મળી જાય છે. નૈનિતાલ અને તેની આસપાસ એટલી જગ્યાઓ છે કે તમને અહીં ફરવા માટે વધુ દિવસો જોઈએ, પણ તેમ છતાં તમે અહીં 3 દિવસ અને 2 રાતનો પ્રવાસ પ્લાન કરી શકો છો. ઉત્તરાખંડના કાઠગોદામથી નૈનિતાલ સુધી જવા માટે ટેક્સીઓ પણ મળી જાય છે.

હરિદ્વાર-ઋષિકેશ –

Image Source

જો તીર્થ યાત્રાની સાથે સાથે એડવેન્ચર પણ કરવું ગમતું હોય તો ઉત્તરાખંડના હરિદ્વાર અને ઋષિકેશ શ્રેષ્ઠ જગ્યા છે. ઋષિકેશમાં તમે ગંગામાં રાફ્ટિંગ કરી શકો છો, ત્યારે અહીં ટ્રેકિંગ અને કેમ્પીંગ સિવાય ક્લિફ જમ્પિંગ, બંજી જમ્પિંગ જેવા રોમાંચક સ્પોર્ટ્સ પણ કરવા મળે છે. જયારે અહીં મંદિરો અને ગંગાના કિનારે આવેલા ઘાટો પર આરતીનો નજારો ભક્તિમય પણ છે. અહીં 3 દિવસ અને 3 રાત આરામથી નીકળી શકે છે. અહીં ખાવા-પીવાનું પણ સસ્તું મળી રહે છે. અહીં તમને 500 રૂપિયા સુધીમાં રૂમ પણ મળી જશે અને ટેન્ટ પણ મળી જશે. અહીં ટ્રેન અને રાજ્ય પરિવહન નિગમની બસો દ્વારા આસાનીથી પહોંચી શકાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks