અરે બાપ રે. .બાપ…. ભારતમાં આ જગ્યાએ જોવા મળી વિચત્ર પ્રકારની આકૃતિ, લોકો ભૂત અને એલિયન સાથે કરવા લાગ્યા તુલના, વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે

આપણા દેશની અંદર ઘણી જગ્યાએ ભૂત હોવાના દાવા કરવામાં આવે છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણીવાર ધરતી ઉપર એલિયન હોવાનો પણ દાવો કરવામાં આવે છે, પરંતુ હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માણસ જેવી આકૃતિ દેખાઈ રહી છે. લોકોનું માનવું છે કે આ એલિયન અથવા તો ભૂત હોઈ શકે છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો ઝારખંડના હજારી બાગનો છે. સોશિયલ મીડિયા ઉપર શુક્રવારના રોજ આ વીડિયો શેર થવાનું શરૂ થયું હતું. જેના બાદ દાવો કરવામાં આવી રહ્યો હતો કે હજારીબાગના કટકમસાંડી ચતરા રોડ ઉપર છડવા ડેમની પાસે નવા બનેલા પુલ ઉપર શુક્રવાર રાત્રે આ અજીબો ગરીબ આકૃતિ જોવા મળી હતી. આ વીડિયો અને તસવીરો જોયા બાદ લોકો પોતાની જાતે જ ધારણાઓ બાંધી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે આ સમગ્ર વિસ્તારમાં અંધારું છે. ત્યારબાદ એક બાઈકની હેડલાઇટના પ્રકાશમાં રોડના કિનારે ચાલતી એક અજીબો ગરીબ આકૃતિ દેખાય છે. બે બાઈક ઝડપથી નીકળી જાય છે. પરંતુ બીજી બે બાઈક ઉપર બેઠેલા લોકો આકૃતિને જોઈને રોકાઈ જાય છે. જેમાંથી એક આ આકૃતિનો વીડિયો બનાવવાનો શરૂ કરી દે છે.

બાઈક સવાર આ લોકોને સાથે એક અવાજ સંભળાય છે કે આ ચુડેલ છે. આ આકૃતિ ઉભા રહીને પાછું વળીને પણ જુએ છે અને ફરીથી પહેલાની જેમ જ ચાલવાનું શરૂ કરી દે છે. આ આકૃતિ જયારે રોકાઈ જાય છે ત્યારે પાતળી દેખાવવા લાગે છે. તે જોઈને એવું લાગે જાણે કે તે કોઈ થર્મોકોલ અથવા તો પલાઈવુડની કોઈ સીટ હોય.

સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, તેને જોઈને લોકો અલગ અલગ અંદાજ લગાવી રહ્યા છે, કોઈ તેને ભૂત કહે છે તો કોઈ તેને એલિયન સાથે સરખાવે છે. ઘણા લોકોનું માનવું છે કે નદીના પુલ પાસે સ્મશાન સ્થળ છે. અહીંયા મડદા સળગાવવામાં આવે છે, સાથે જ એક કબરગાહ પણ છે. જ્યાં શબને  દફનાવવામાં પણ આવે છે. કદાચ તેમાંથી જ કોઈની આત્મા ભટકી રહી હોય. આ વિચિત્ર ઘટનાને લઈને રાહદારીઓમાં પણ ભયનો માહોલ છે. તો ઘણા લોકોનું માનવું છે કે આ જાણી જોઈને સ્પેશિયલ ઇફેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે.

પ્રસાશન તરફથી આ વીડિયોની તપાસ કરવામાં કહેવામાં આવ્યું છે. સાથે જ લોકોને અફવા ઉપર ધ્યાન ના આપવા પણ જણાવવામાં આવ્યું છે. વીડિયોમાં અધિકારીઓ દ્વારા કથિત આકૃતિની તપાસ કર્યા બાદ જ સત્ય માનવામાં આવશે. જુઓ આ ડરામણો વીડિયો….

Niraj Patel