લોકોના ટોળા વચ્ચે ચાલી રહેલા વરઘોડામાં બેન્ડ વાળાએ વગાડ્યું નાગિન ગીત, પછી આ ભાઈએ પટારો ખોલી અને કાઢ્યો અસલી કોબ્રા

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાં પણ વરઘોડાની અંદર થતા ડાન્સ વીડિયો જોવાનો એક અલગ જ ક્રેઝ હોય છે.

કોઈપણ વરઘોડો હોય નાગિન ડાન્સ વગર અધૂરો હોય તેમ લાગે. વરઘોડાની અંદર લોકોને નાગ અને નાગિન બનીને ડાન્સ કરતા જોયા હશે પરંતુ કયારેય સાચુકડી નાગિનને વરઘોડામાં નાગિન ડાન્સ કરતા જોઈ છે ? હેરાન લાગે તેવી વાત છે ને ? પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વરઘોડામાં સાચી નાગિન ડાન્સ કરી રહી છે.

આ વીડિયો ઓડિશામાંથી સામે આવ્યો છે. જેને જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. આ વીડિયો એટલો ખતરનાક છે, જેને જોઈને તમને રૂંવાડા ઉભાથઈ જશે. વીડિયો એક વરઘોડાનો છે, જેમાં વરઘોડામાં અસલી નાગણ ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસના પણ હોશ ઉડી ગયા હતા.

સોશિયલ મીડિયા પર જે વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તે ઓડિશાના મયુરભંજ જિલ્લાનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરઘોડામાં આવેલા લોકો અસલી કોબ્રા સાથે નાગિન ડાન્સ કરી રહ્યા છે. વીડિયોમાં તમે નાગણ સાથે મદારીને પણ જોઈ શકો છે, જે પોતે નાગણને હાથમાં લઈને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. મયુરભંજ જિલ્લાના કરંજિયા વિસ્તારનો આ વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. વીડિયો સામે આવતાં જ હોબાળો મચી ગયો હતો.

લગ્નના વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વરઘોડામાં ઘણા લોકો એકઠા થયા હતા. તમામ જાનૈયાઓ જોર શોરથી નાચી રહ્યા છે. આ દરમિયાન મદારી સાપની ટોપલી ખોલે છે. આ ટોપલીમાં એક ખતરનાક કોબ્રા છે. જેના બાદ નાગણ ફેણ ઉઠાવી લે છે અને આસપાસ નાચવા લાગે છે. તમામ જાનૈયાઓ મદારી અને નાગણ સાથે નાચતા જોવા મળે છે. જોકે આમ કરવું મુસીબત પણ બની શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

જ્યારે સ્થાનિક લોકોએ આ ડાન્સ જોયો તો તેમને વરઘોડાનું આ કૃત્ય બિલકુલ પસંદ ન આવ્યું.આ પછી સ્થાનિક લોકોએ પોલીસને ફરિયાદ કરી. ફરિયાદ બાદ પોલીસ ત્યાં આવી અને અસલી કોબ્રા સાથે ડાન્સ કરવા બદલ 5 લોકોને કસ્ટડીમાં લીધા. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel