સમગ્ર ભારત સહિત વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યુ છે. કોરોના વાયરસની શરૂઆતથી જ મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રહ્યુ છે. લોકોને ભીડભાડવાળી જગ્યા પર ન જવા માટે કહેવામાં આવે છે, ત્યારે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઇ ચૂકી છે.
આ વચ્ચે નાસિકથી એક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં સંક્રમણના ફેલાવાને રોકવા માટે પ્રશાસને એક નવી રીત અપનાવી છે. કોરોના સંકટ વચ્ચે બજારને ના તો બંધ કરવામાં આવ્યુ છે, ના તો લોકોને જવાથી રોકવામાં આવે છે, પરંતુ બજાર જવાવાળા લોકોને નિયંત્રિત રાખવા માટે તેમની બજારમાં એન્ટ્રી પર ચાર્જ લગાવવામાં આવી દીધો છે.

નાસિક પોલિસ કમિશ્નરનું માનવું છેે કે, આ રીતે લોકો ઘરેથી ઓછા બહાર નીકળશે અને દંડના ડરથી તેઓ જલ્દીથી તેમનું કામ પતાવી ઘરે જતા રહેશે. આનાથી કોરોનાનો ખતરો ઓછો થઇ જશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રીપોર્ટ અનુસાર, માર્કેટ જનાર વ્યક્તિએ 5 રૂપિયા ફીસ ચૂકવવી પડશે, તેને માટે એક ટીકિટ આપવામાં આવશે અને તે ટીકિટ 1 કલાક સુધી માન્ય રહેશે. જો કોઇ એક કલાકથી વધારે સમય લે છે તો તેને 500 રૂપિયા દંડ ચૂકવવો પડશે.

મહારાષ્ટ્રમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે. છેલ્લા બે દિવસોમાં 70 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તેમજ 150થી વધુ લોકોની મોત થઇ ગઇ છે. કોરોના વાયરસને કારણે તંત્રએ પણ અલગ અલગ જગ્યાએ લોકડાઉન અને રાત્રિ કર્ફયુ પણ લગાવવામાં આવ્યો છે.