દેશ છોડવાના ચક્કરમાં પ્લેનની બહાર જ લટકાઈ ગયા આ લોકો, એક વ્યક્તિએ એક હાથે મોબાઈલ પકડી અને બનાવ્યો વીડિયો

કાબુલની અંદર તાલિબાનીઓની હુકુમત લાગી જવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે, લોકો કાબુલ છોડી અને ભાગવા માટે પ્રયાસો કરી રહ્યા છે, આ દરમિયાન કાબુલ એરપોર્ટ ઉપરથી ઘણા હૃદય કંપાવી દેનારા વીડિયો પણ સામે આવી રહ્યા છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે.

હાલ એક જે નવો વીડિયો સામે આવ્યો છે તેમાં એક વ્યક્તિ પ્લેનની બહાર લટકી રહ્યો છે અને તેને લટકતા લટકતા જ વીડિયો પણ બનાવ્યો છે. આ વ્યક્તિ એ લોકોમાંથી છે જેને પ્લેનની અંદર જગ્યા ના મળતા તે પ્લેનની બહાર જ લટકાઈ ગયો હતો. આજતકના અહેવાલ પ્રમાણે  આમાંથી ઘણા લોકો પ્લેન ઉડવા ઉપર જમીન ઉપર પડી ગયા હતા અને તેમના મોત પણ નિપજ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સામે આવેલા વીડિયોની અંદર વીડિયો બનાવનાર વ્યક્તિ બહાર લટકાયેલો છે. વીડિયોની અંદર તે પ્લેનના બહારના ભાગ પકડીને બેસી રહ્યો છે. ત્યાં તેનાજેવા બીજા પણ 10થી વધારે લોકો બેઠેલા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


વીડિયોની અંદર તે એરપોર્ટ ઉપર ઉભેલા લોકોને હાથ હલાવીને બાય બોલતો પણ જોવા મળી રહ્યો છે અને પ્લેન ઉડવાની રાહ જોઈ રહ્યો છે. જેમાંથી કેટલાક લોકો પ્લેન ઉડવા ઉપર નીચે પણ પડી ગયા અને મૃત્યુ પણ પામ્યા હતા.

Niraj Patel