ધાર્મિક-દુનિયા

ચમત્કાર: રામાયણ સમયના આ 5 લોકો હજુ જીવીત છે, નામ સાંભળી વિશ્વાસ નહિ આવે….

આ લોકડાઉનના સમયમાં અત્યારે રામાયણ ખૂબ જ જોવાઈ રહી છે ત્યારે આજે આપણે રામાયણ વિશે થોડી વાત કરીએ. ભગવાન વિષ્ણુના ધરતી પર શ્રી રામના અવતારમાં અવતરવાની કથા એટલે રામાયણ, અને એવું કહેવાય છે કે ભગવાન રામનો કાળ ઈસવીસન પૂર્વ 5000 વર્ષ પહેલાનો રહ્યો છે. એટલે કે આજથી 7000 વર્ષ પહેલાના સમયમાં ભગવાન શ્રીરામ ધરતી પર અવતર્યા હતા. જો કે પુરાણોની ધારણાઓ કઈંક જુદી જ છે. એવું કહેવાય છે કે રામાયણ કાળના કેટલાક લોકો આજે પણ આ ધરતી પર જીવિત છે. તો ચાલો જોઈએ એમના વિશે –

Image Source

હનુમાનજી – અંજની પુત્ર હનુમાનને અમર રહેવાનું વરદાન મળ્યું છે. તેઓ પ્રભુ શ્રી રામના પરમ ભક્ત છે. હજારો વર્ષ પછી, તેઓ મહાભારત કાળમાં પણ દેખાયા છે. તેમના ઘણા પ્રસંગો મહાભારતમાં પણ જોવા મળે છે. લંકાના અશોક વાટિકામાં રામનો સંદેશો સાંભળીને સીતાએ હનુમાનને આશીર્વાદ આપ્યા હતા કે તેઓ અજર-અમર રહેશે.

Image Source

વિભીષણ – રાવણના નાના ભાઈ વિભીષણ શ્રી રામના અનન્ય ભક્ત છે, જયારે રાવણે સીતા માતાનું હરણ કર્યું ત્યારે વિભીષણે રાવણને શ્રીરામ સાથે શત્રુતા ન કરવા ખૂબ જ સમજાવ્યા હતા. આ વાત પર રાવણે વિભીષણને લંકાથી કાઢી મુક્યા હતા. વિભીષણ શ્રીરામની સેવામાં ચાલ્યા ગયા અને અધર્મનો નાશ કરવામાં ધર્મનો સાથ આપ્યો. વિભીષણને પણ હનુમાનજીની જેમ જ ચિરંજીવી હોવાનું વરદાન મળ્યું છે. તેઓ આજે પણ સશરીર જીવિત છે.

Image Source

કાકભુશુણ્ડિ – ભગવાન ગરુડને રામકથા સંભાળવનાર કાકભુશુણ્ડિને તેમના ગુરુ લોમાશ ઋષિએ ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું હતું. લોમાશ ઋષિના શ્રાપને કારણે કાકભુશુણ્ડિ કાગડો બની ગયા હતા. બાદમાં લોમાશ ઋષિને પસ્તાવો થયો અને કાકભુશુણ્ડિને બોલાવ્યા અને શ્રાપથી મુક્ત કરીને રામ મંત્ર આપ્યો અને ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું. એવું કહેવામાં આવે છે કે કાગડાનું શરીર મળ્યા બાદ જ તેમને રામ મંત્ર મળવાને કારણે તે શરીર સાથે પ્રેમ થઈ ગયો અને તે કાગડાના રૂપમાં જ જીવવા લાગ્યા અને પાછળથી કાકભુશુણ્ડિના નામથી જાણીતા થયા.

Image Source

લોમાશ ઋષિ – લોમાશ ઋષિ પરમ તપસ્વી અને વિદ્વાન હતા. તેમને પુરાણોમાં અમર માનવામાં આવે છે. હિન્દુ મહાકાવ્ય મહાભારત મુજબ, તે પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિર સાથે તીર્થયાત્રા પર ગયા અને તેમને તમામ તીર્થસ્થાનોનો વૃતાન્ત જણાવ્યો હતો. લોમાશ ઋષિને ભગવાન શિવ તરફથી એક વરદાન પ્રાપ્ત થયું હતું કે એક કલ્પ બાદ મારુ એક રોમ પડે અને આ પ્રકારે જયારે મારા શરીરના બધા જ રોમ પડી જાય ત્યારે મારુ મૃત્યુ થાય.

Image Source

જાંબવંત – અગ્નિના પુત્ર જાંબવંતને પણ સૃષ્ટિના અંત સુધી જીવિત રહેવાનું ભગવાન શ્રી રામ પાસેથી વરદાન મળ્યું છે. એવું માનવામાં આવે છે કે દેવસુર સંગ્રામમાં દેવતાઓની મદદ કરવા માટે જાંબવંતનો જન્મ અગ્નિના પુત્ર તરીકે થયો હતો. તેની માતા ગંધર્વ કન્યા હતી. જાંબવંતનો જન્મ બ્રહ્માંડના પ્રારંભમાં સત્યુગમાં થયો હતો. જાંબવંતને પણ ચિરંજીવીઓમાં સામેલ કરવામાં આવ્યા છે.

Image Source

મુચુકુંદ – માંધાતાનો પુત્ર મુચુકુંદ, ત્રેતાયુગમાં ઇક્ષ્વાંકુ વંશનો રાજા હતો. મુચુકુંદની પુત્રીનું નામ શશીભાગા હતું. એકવાર, દેવતાઓના બોલાવવા પર દેવ અને દાનવોની લડાઈમાં મુચુકુંદે દેવતાઓને સાથ આપ્યો અને દેવતાઓ જીતી ગયા. ત્યારબાદ ઇન્દ્રએ તેમને એક વરદાન માંગવા કહ્યું તો તેમને પૃથ્વી પર પાછા જવાની ઇચ્છા વ્યક્ત કરી.

એવું કહેવામાં આવે છે કે તે પછી ઇન્દ્રએ તેમને કહ્યું હતું કે પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે સમયનો મોટો તફાવત છે, જેના કારણે હવે તે સમય નથી રહ્યો અને બધા ભાઈઓ મરી ગયા છે. આંજણીને તેઓ ખૂબ જ દુઃખી થયા અને તેમને કહ્યું કે તેમને ઊંઘવું છે, ત્યારે ઇન્દ્રએ તેમને વરદાન આપ્યું કે કોઈ નિર્જન જગ્યાએ જઈને સુઈ જાય અને જો કોઈ તેમને ઉઠાડશે તો મુચુકુંદની દ્રષ્ટિ પડતા જ એ ભસ્મ થઇ જશે.

દ્વાપર યુગમાં જયારે કાલયવન અને શ્રીકૃષ્ણમાં યુદ્ધ થયું ત્યારે શ્રીકૃષ્ણ રણભૂમિ છોડીને ભાગ્યા અને કાલયવન તેમને પકડવા તેમની પાછળ-પાછળ ભાગ્યો.

શ્રીકૃષ્ણ લીલા કરતી વખતે દોડી રહ્યા હતા, કાલયવન દરેક પગલે વિચારતો હતો કે હવે પકડાયો, પછી પકડ્યો. આમ ભગવાન દૂર એક પર્વતની ગુફામાં પ્રવેશ્યા. કાલયવન પણ તેની પાછળ ગયા. ત્યાં તેણે એક વ્યક્તિને સૂતા જોયા. તેને જોઈને કાલયવને વિચાર્યું, મને ટાળવા માટે શ્રી કૃષ્ણએ આ વેશમાં ધારણ કર્યો. તેમને આ સુતેલી વ્યક્તિને પગ મારીને જગાડ્યો, અને આ સુતેલી વ્યક્તિ આ રીતે કોઈ તેમને જગ્યાડ્યા હોવાથી ગુસ્સે ભરાઈ અને તેમને આંખો ખોલી અને કાલયવન પર તેમની દ્રષ્ટિ પડતા જ રાખ થઇ ગયો.

ગુફામાં સુતેલી જે વ્યક્તિ હતી એ રાજા મુચુકુંદ હતા. એવું કહેવામાં આવે છે કે મુચુકુંદ તે પછી ફરીથી સૂઈ ગયો અને તે હજી સૂઈ રહ્યો છે.

Image Source

પરશુરામ – ભગવાન વિષ્ણુના છઠા અવતાર પરશુરામ આજે પણ જીવિત છે. ત્રેતાયુગથી દ્વાપર યુગ સુધી પરશુરામના લાખો શિષ્યો હતા. તેમને સીતા સ્વયંવરમાં શ્રીરામને અભિનંદન આપ્યા હતા. મહાભારતકાળમાં ભીષ્મ, દ્રોણાચાર્ય અને કારણે અસ્ત્ર-શસ્ત્રની શિક્ષા આપનારા ગુરુ પરશુરામ જ હતા. સત્યુગમાં જયારે એકવાર ગણેશજીએ પરશુરામને શિવદર્શનથી રોકી લીધા ત્યારે પરશુરામે તેમના પર પ્રહાર કરી દીધો હતો, જેમાં ગણેશજીનો એક દાંત નષ્ટ થઇ ગયો અને તેઓ એકદંત કહેવાય. ત્રેતાયુગમાં જનક, દશરથ જેવા રાજાઓએ પણ તેમનું સન્માન કર્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.