ખબર

મહિલાએ કહ્યું ચિતાની રાખથી બીમાર થઇ રહ્યા છે બાળકો, સ્થાનિક લોકો દ્વારા વીડિયો કરવામાં આવ્યો વાયરલ

કોરોના વાયરસના કારણે વધી રહેલા મૃત્યુઆંકના કારણે ઠેર ઠેર સ્મશાનો દિવસ રાત ચિતાઓ સળગાવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે.

મેરઠના સ્મશાન ઘાટ ઉપર ગત દિવસોમાં ચિતાની રાખ લોકોના ઘરમાં પણ પહોંચી ગઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જયારે નગર આયુક્ત સ્મશાનનું અવલોકન કરવા પહોંચ્યા ત્યારે મોહલ્લાના લોકોએ હોબાળો મચાવી દીધો.

સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્મશાન ઘાટની અંદર જ બોડી ફૂંકવામાં આવે અથવા તો કોઈ નવી વ્યવસ્થા વાળા શબ સળગાવવાની જગ્યાએ મોટા ટીન લગાવવામાં આવે. સ્મશાન ઘાટ ઉપર પહોંચેલા લોકોનો આરોપ છે કે બીજા જિલ્લાની ડેડ બોડી આ સ્મશાન ઘાટ ઉપર ના સળગાવવામાં આવે.

મહિલાઓ દ્વારા ઘરની અંદર ચિતાની રાખ બતાવતા એક વીડિયો પણ વાયરલ કર્યો છે. મહિલાઓનું કહેવું છે કે ધાબા ઉપરથી સળગતી ચિતાઓ જોઈને તેમના બાળકો બીમાર થઇ રહ્યા છે.

હવે એક નવો વીડીયો વાયરલ થયો છે જેની અંદર મહિલાઓ ઘરની અંદર સુધી પહોંચેલી ચિતાની રાખને બતાવતી નજર આવી રહી છે. વીડિયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેટલાક બાળકો માથા ઉપર પટ્ટી રાખીને સુઈ રહ્યા છે. મહિલાઓનું કહેવું છે કે ચિતાની રાખનાં કારણે તેમના બાળકો બીમાર થઇ રહ્યા છે.

મેરઠના સૂરજકુંડ સ્મશાન ઘાટ ઉપર શબોની સંખ્યા વધવાના કારણે નગર નિગમ દ્વારા બીજી જમીન ઉપર દાહ સંસ્કાર શરૂ કરી દીધો છે. પરંતુ આ નવી વ્યવસ્થા આસપાસના રહેવા વાળા લોકોને પસંદ નથી આવી રહી.

સ્થાનિક લોકોનું કેહવું છે કે શેડ કે દીવાલ વગર કરવામાં આવેલી શબ સળગાવવાની વ્યવસ્થાના કારણે તેમના ઘરની અંદર સુધી રાખ આવી જાય છે જેના કારણે તેમનું ઉઠવું બેસવું, ખાવું પીવું પણ મુશ્કેલ બની ગયું છે.

મોહલ્લા વાળાનું કહેવું છે કે બાળકો એટલા ડરીને રહ્યા છે કે તેમને હવે ધાબા ઉપર જવાનું પણ છોડી દીધું છે. આ સમસ્યાને લઈને જયારે તેનાથી છુટકારો મેળવવાનો કોઈ ઉપાય ના મળ્યો ત્યારે તેમને વીડિયો વાયરલ કરીને પોતાની સમસ્યા જણાવી.

તો સ્થાનિક લોકોનું એમ પણ કહે છે કે ઘરની સામે જ ચિતાઓ સળગતી રહે છે. મોડી રાત સુધી શબોનું દહન થાય છે. એવામાં ચિત્કાર અને વિલાપ સાંભળીને હૃદય બેસી જાય છે અને ઊંઘ પણ નથી આવતી.

લોકોનું કેહવું છે કે જો તેમની વાત ના માનવામાં આવી તો તે પલાયન કરશે અથવા તો નગર નિગમ તેમને અને તેમના પરિવારને ઝેર આપીને મારી નાખે. જે પ્રકારની હાલત છે તેના કારણે તેમના પરિવારજનો ઉપર સંક્રમણનો ખતરો બનેલો છે. એવામાં મરવાથી તો સારું છે કે અમે ક્યાંક બીજી જગ્યાએ ચાલ્યા જઈએ.