અજબગજબ ખબર જાણવા જેવું

ગાયને લઈને આપણા દેશમાં રાજનીતિ થાય છે ત્યારે આ દેશના લોકો ગાયને ગળે લગાવવાના આપી રહ્યા છે હજારો રૂપિયા, કારણ જાણીને ચોંકી ઉઠશો

આ ખાસ કારણથી ગાયને ગળે લગાડવાના 5200 રૂપિયા, કારણ જાણીને ગર્વ થશે: ગાયને ભારતમાં માતા તરીકે સન્માન આપવામાં આવે છે, તેની પૂજા પણ કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને આજે પણ આપણે નિભાવીએ છીએ. પરંતુ બીજી તરફ જોવા જઈએ તો આપણા દેશમાં ગાયની સ્થિતિ ખુબ જ દયનિય થયેલી જોવા મળે છે, શહેરોના રસ્તા ઉપર ગાય રખડ્યા કરે છે. લોકો હવે તો તેના ઉપર હાથ પણ ઉઠાવે છે. જે જોઈને ગાયપ્રેમીને ઘણું દુઃખ પણ થાય.

Image Source

પરંતુ આજે અમે તમને એવા ગાયપ્રેમીઓ વિષે જણાવવા જઈ રહ્યા છે જેઓ ગાયને પોતાની માતા નથી માનતા તે છતાં પણ તેની ગળે લગાવે છે, તેની પાસે સમય વિતાવે છે અને તે પણ હજારો રૂપિયા આપીને. સાંભળીને નવાઈ લાગે તેવી વાત છે ને? પણ આ હકીકત છે. યુરોપ અને અમેરિકામાં ગાયને ગળે લગાવવા માટે લોકો પૈસા ચૂકવે છે. તેને “કાઉ કડલિંગ” કહેવામાં આવે છે ગુજરાતીમાં તેનો મતલબ ગાયને લાડ પ્રેમ કરવો એવો થાય છે.

Image Source

અમેરિકાના ન્યુ યોર્કમાં ગાયને ગળે લગાવવા માટે એક કલાકના 75 ડોલર ચુકવવામાં આવે છે જેની ભારતમાં કિંમત 5200 રૂપિયા થાય છે. આ રકમ ચૂકવી  કોઈપણ વ્યક્તિ ગાય પાસે જઈને તેને વ્હાલ કરી શકે છે, ગાયની પીઠ ઉપર માથું મૂકીને સુઈ જઈ શકે છે. અમેરિકન લોકો માટે આ એક સુખદ અનુભવ છે તે લોકોનું માનવું છે કે ગાય ખુબ જ શાંત પ્રાણી છે અને તેના સાનિધ્યમાં જવાના કારણે શાંતિ મળે છે તેમજ તણાવ પણ દૂર થાય છે.

Image Source

યુરોપિયન દેશોમાં આ રીતે ગાયને ભેટવાનું ઘણા સમયથી ચાલતું આવ્યું છે પરંતુ અમેરિકામાં લોકો તેના ફાયદાથી અજાણ હતા જેના કારણે ન્યુ યોર્કમાં 33 એકરમાં ફેલાયેલા માઉન્ટેન હાઉસ ફાર્મની માલકીન વુલર્સ જે મૂળ નેધરલેન્ડની નિવાસી છે તેને બે ગાય નેધરલેન્ડથી લાવી અને ન્યુ યોર્કમાં કાઉ કડલિંગ શરૂ કરાવ્યું. આ ફાર્મ હાઉસમાં છેલ્લા 9 વર્ષથી ઘોડાની સાથે વેલનેસ સેશન ચાલુ જ હતા પરંતુ અમેરિકામાં લોકો ગાયના ફાયદાથી આજના હોવાના કારણે વુલર્સ દ્વારા આ કદમ ઉઠાવવામાં આવ્યું.

Image Source

વુલર્સ આ બાબતે જણાવે છે કે: “સાચું કહું તો મને નહોતી ખબર કે અમેરિકામાં કાઉ કડલિંગ અને તેના ફાયદાથી લોકો અજાણ હશે, માટે હું મારી બે ગાય બોની અને બેલાને અહીંયા લઇ આવી. લોકોને કુતરા અને બિલાડી થેરાપી વિષે તો ઘણી જ જાણકારી હતી પરંતુ તે મોટા પ્રાણીઓથી દૂર રહેતા હતા. ગાયનો શાંત વ્યવહાર લોકોને આરામનો અનુભવ કરાવે છે. માત્ર એક શાંત વાતાવરણમાં ગાય સાથે રહીને તેના હૃદયના ધબકારા સાંભળો, તમે તમારી તકલીફોને ભૂલી જશો. અમારા ફાર્મમાં અત્યારે કાઉ કડલિંગના બે સેશન ચાલે છે.”

Image Source

ઑયું તમે, ગાયને ગળે લગાવવાના અને તેમની સાથે સમય વિતાવવાના કેટલા બધા ફાયદાઓ છે. આપણા ઋષિમુનિઓ અને પૂર્વજોએ ગાયને માતા તરીકે દરજ્જો આપ્યો છે અને આપણે માનીએ પણ છીએ કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે તે છતાં પણ ઘણીવાર ઘણા લોકો ગાયને રઝળતી મૂકતાં હોય છે. ગાયની નજીક જવાનું તો દૂર ગાયને ધુત્કારતા હોય છે.

Image Source

આવા લોકો માટે આ કાઉ કડલિંગની વાત એક પ્રેરણા પુરી પાડનારી છે. આપણે જયારે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી આપણી પાસે જે છે તેને આપણે ભૂલતા જઈએ છીએ જયારે પશ્ચિમના લોકો આપણી સારી બાબતોનું અનુકરણ કરી અને આપણાથી પણ આગળ નીકળી રહ્યા છે અને આપણે ગાયના નામ ઉપર પણ રાજનીતિ કરવામાં પાછા નથી પડતા.