સર્કસના પાંજરામાં પુરાયેલા સિંહને જોવા માટે આવ્યા હતા લોકો, અચાનકન બહાર નીકળ્યો સાવજ અને પછી થયું એવું કે… જુઓ વીડિયો

રિંગ માસ્ટર સિંહો સાથે કરતબ બતાવી રહ્યો હતો, લાકડીના જોર પર ઉછળ કુદ કરાવતા સમએ જ પાંજરાની બહાર આવી ગયો જંગલનો રાજા, વાયરલ થયો વીડિયો

જંગલમાં રહેતા પ્રાણીઓને જોવા માટે ઘણા લોકો જંગલ સફારીમાં જતા હોય છે. ઘણા લોકો પ્રાણી સંગગ્રાલયમાં પણ આ પ્રાણીઓને જોવા માટે ઉમટી પડતા હોય છે. ત્યારે સર્કસની અંદર જંગલના પ્રાણીઓને રિંગ માસ્ટરના ચમકારા પર કરતબ કરતા જોવા પણ લોકોને ખુબ જ પસંદ હોય છે. એમાં પણ જંગલના રાજા સિંહને જોવાનું તો કોને ના ગમે ?

તાજેતરના વર્ષોમાં સર્કસમાં વપરાતા પ્રાણીઓ વિશે ચિંતા વધી રહી છે. જ્યારે કેટલાક દેશોએ સર્કસમાં જંગલી પ્રાણીઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે, કેટલાક દેશો હજુ પણ તેને મંજૂરી આપે છે. હાલમાં જ ચીનના લુઓયાંગ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચીનના હેનાન પ્રાંતમાં એક સર્કસમાં બે સિંહો તેમના પાંજરામાંથી બહાર નીકળી ગયા, જેના કારણે દર્શકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોને ભાગી જવાની ફરજ પડી હતી.

સિંહો ખુલ્લા દરવાજેથી ભાગી ગયા  બાદમાં બ્રીડર દ્વારા તેને પકડી લેવામાં આવ્યા હતા અને પાંજરામાં પાછા મૂકવામાં આવ્યા હતા. જોકે તેમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી, પરંતુ તેની બેદરકારી બદલ સર્કસને સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે સિંહો જ્યાંથી ભાગી ગયા હતા તેનો દરવાજો સુરક્ષિત રીતે બંધ ન હતો, જેના કારણે પ્રાણીઓ ભાગી શક્યા હતા.

સર્કસની બહાર એક સિંહ ફરતો જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિકો અને દર્શકોમાં ગભરાટ ફેલાયો હતો. ચીનમાં સર્કસના ઘેરાવની વચ્ચે બે સિંહો દોડતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાએ પ્રાણી અધિકાર કાર્યકરોમાં આક્રોશ ફેલાવ્યો, જેમણે સર્કસમાં પ્રાણીઓના ઉપયોગ સામે લાંબા સમયથી ઝુંબેશ ચલાવી છે. તેઓ દલીલ કરે છે કે સર્કસમાં પ્રાણીઓનો ઉપયોગ ક્રૂર અને અમાનવીય છે.

Niraj Patel