મનોરંજન

બિહારના સિવાનમાં સોનુ સુદની પ્રતિમા બનાવવાની તૈયારી, અભિનેતાનો જવાબ સાંભળી હૈયું પીગળી જશે

કોરોનાની મહામારીમાં પ્રવસી મજૂરોની મદદે ઘણા લોકો આગળ આવ્યા તેમાં સેલેબ્રિટીઓ પણ હતા, પરંતુ આ બધામાં જે અભિનેતા સોનુ સુદ દ્વારા કરવામાં આવ્યું તે કદાચ બીજા કોઈએ કરવાનું પણ વિચાર્યું નહીં હોય, સોનુ સુદ દ્વારા ઘણા પ્રવાસી મજૂરોને પોતાના વતન પહોંચાડવા માટે બસોબની વ્યવસ્થા કરવામાં આવી. અને હવે આ મદદના કારણે જ બિહારના સિવાનમાં સોનુ સુદની પ્રતિમા બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

Image Source

ટ્વીટર ઉપર એક વ્યક્તિએ ટ્વીટ કરી અને આ વાત જાહેર કરી છે, જેનો જવાબ પણ સોસનું સુદ દ્વારા આપવામાં આવ્યો છે, ટ્વીટ કરનાર વ્યક્તિ પ્રફુલ કુમારે ટ્વીટર ઉપર લખ્યું છે કે: “સોનુ સુદ સર, બિહારનો જિલ્લો સિવાન જ્યાં લોકો તમારી મૂર્તિ બનાવવા માટે તૈયાર છે. સલામ સર, બહુ જ બહુ પ્રેમ તમને !!”

Image Source

આ ટ્વીટ કરતા પણ સોનુ સુદ દ્વારા જે પ્રતિભાવ આપવામાં આવ્યો તે લોકોને ઘણો જ પસંદ આવી રહ્યો છે. સોનુ સુદ દ્વારા તે વ્યક્તિને રીટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે “ભાઈ આ પૈસાથી ગરીબોની મદદ કરજો.”

સોનુ સુદનાં કામની પ્રસંશા સમગ્ર સોશિયલ મીડિયા ઉપર જોર શોરથી થઇ રહી છે, જે લોકોને સોનુ દ્વારા મદદ મળી છે તે લોકો સોનુને જ સાચા ભગવાન માને છે, અને તેવામાં સોનુ સુદની મૂર્તિ બનવાના જવાબ દ્વારા સોનુ ફરી એકવાર ચાહકો સામે એક ઉમદા ઉદાહરણ બનીને સામે આવ્યો છે.