ખબર

દવા-દૂધ સિવાય તમામ ચીજવસ્તુ પર પ્રતિબંધ, કરિયાણું ખરીદવા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યાં

આજે આપણી રાજ્ય સરકારે કોવીડને લઈને અમદાવાદ માટે સૌથી મોટો નિર્ણય લીધો છે. બેકાબૂ બનેલાં કોવીડ ૧૯ માત આપવા AMC અને ACS રાજીવ ગુપ્તાએ અમદાવાદમાં 7 દિવસ સુધી સંપુર્ણ લોકડાઉનનાં આદેશ આપ્યા છે. જેમાં દવા અને દૂધ સિવાયની તમામ શાકભાજી અને કરિયાણાની દુકાનો બંધ રાખવાના આદેશ કર્યાં છે. આ આદેશ લોકોએ વાંચતા જ અમદાવાદમાં ઠેર ઠેર શાકભાજી અને કરિયાણાની દુકાનોએ પડાપડી થઈ ગઈ હતી.

અમદાવાદના ઘણા એરિયામાં પડાપડીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર, બંને વિસ્તારોમાં લોકોએ લાંબી લાઈનો લગાવી દીધી હતી. વસ્ત્રાપુર થી લઈને આંબાવાડી સુધી જગ્યાઓએ લોકો ભેગાં થઈ ગયા હતા. દુકાનો બહાર ટ્રાફિક જામનાં દ્રશ્યો હતા. દુકાનો બહાર લાંબી લાઈનો લાગી જતાં પોલીસ પણ દોડી આવી હતી. અને ભીડને કાબૂમાં લેવા માટે પ્રય્તનો કરાયા હતા.

જેનો નિર્ણય લેવાયો તરત જ અમદાવાદમાં પબ્લિકે ખરીદી કરવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો

નવી અપડેટ નુસાર AMC એગ્રેસિવ ટેસ્ટીંગ કરશે. વોર્ડવાઈઝ રણનીતિ બનાવવામાં આવનાર છે. રેડ ઝોન અને કન્ટેન્મેન્ટ વિસ્તારમાં પણ લોકો ટેંશન વગર ફરી રહ્યા છે, જેથી હવે તેના પર પણ બ્રેક લાગશે. જે નિર્ણય સમગ્ર અમદાવાદવાસીઓના હિતમાં જરૂરી હતો તે આખરે લેવાઈ ગયો છે. આ નિર્ણયથી મોટા ભાગના લોકો ખુશ છે.