સારાપણું, સત્ય, લાગણી ક્યારેય ખોવાતી નથી, આ વાત એક બેજુબાન દરિયાઈ પ્રાણી પેંગ્વિનએ સાબિત કરી દીધું. આ પ્રાણીઓ ભલે બોલી શકતા ન હોય પણ તેમનામાં લાગણીઓ ચોક્કસ હોય છે.

ડીંડીમ નામનું એક પેંગ્વિન અમેરિકાથી દરેક વર્ષે 8,000 કિલોમીટરનું અંતર કાપીને પોતાના 71 વર્ષના જાઓ પેરેઇરા ડી સુઝા નામના મિત્રને મળવા માટે આવે છે.

જાઓ રિટાયર્ડ બ્રિકલેયર(ઈંટનું કામ કરનારો વ્યક્તિ) અને પાર્ટ ટાઈમ માછીમાર હતો. તે બ્રાઝિલના રિયો ડે જાનેરોની પાસેના આઇસલેન્ડમાં રહે છે. જાઓએ એક સમયે ડીંડીમનો જીવ બચાવ્યો હતો.

વાત કંઈક એવી છે કે વર્ષ 2011 માં ડીંડીમ સમુદ્રના પાણીમાં તણાઈને કિનારે આવી ગયો હતો. તેના શરીર પર તેલ લાગેલું હતું અને તે ભૂખથી તડપી પણ રહ્યું હતું.

એવામાં જાઓએ ડીંડીમની દેખભાળ કરી અને તેની પાંખોને સાફ કરી. આ સિવાય એક અઠવાડિયા સુધી તેને ખાવા માટે માછલીઓની વ્યવસ્થા પણ કરી હતી અને તેની હાલતમાં સુધાર આવ્યા પછી ફરીથી તને સમુદ્રના પાણીમાં તરતું મૂકી દીધું, પણ આ પેંગ્વિન ફરીથી ન ગયું અને 11 મહિના સુધી જાઓની પાસે જ રહ્યું. જ્યારે તેની પાંખો પુરી રીતે ઠીક થઇ ગઈ તો તે ત્યાંથી અચાનક જ ગાયબ થઇ ગયું.
પેંગ્વિન જાઓના ખોળામાં આરામથી બેસે છે:

લોકોને લાગતું હતું કે ડીંડીમ તેને મળ્યા પછી હંમેશાને માટે ચાલ્યું ગયું છે પણ જાઓનું કહેવું હતું કે તે આગળના ચાર વર્ષોથી તેને મળવા માટે આવી રહ્યું છે. તે જૂન મહિનામાં આવે છે અને ફેબ્રુઆરી મહિનામાં પાછું ચાલ્યું જાય છે.

ડીંડીમની જેમ એક જાનવર સાથેનો લગાવ ક્યાંક જ જોવા મળે છે. ડીંડીમ પેંગ્વિન જાઓને જોઈને ખુબ જ ખુશ થાય છે, પોતાની પૂંછડી હલાવે છે અને બોલે પણ છે.

જાઓના આધારે પેંગ્વિન અન્ય કોઈને પણ સ્પર્શ કરવા દેતો નથી. કોઈના સ્પર્શ કરવા પર તે પોતાની ચાંચ મારી દે છે પણ જાઓના ખોળામાં તે આરામથી બેસે છે અને તેના હાથથી ખોરાક પણ લે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ