જ્યોતિષ શાસ્ત્ર

સૌથી મોટી ભવિષ્યવાણી: વર્ષ 2020 સંકટનું વર્ષ, કેવા રહેશે આવનારા બાકી રહેલા 6 મહિના

આજના સમયમાં પૂરો દેશ કોરોના વાયરસની ઝપેટમાં છે. જ્યારથી વર્ષ 2020 શરૂ થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી માનવજાત માટે સમસ્યાઓ વધતી જઈ રહી છે. પુરી દુનિયા કોરોનાનો હાહાકાર કરી રહી છે.

Image Source

વર્ષની શરૂઆતના થોડા દિવસો પહેલા જ ડિસેમ્બર મહિનામાં સૂર્યગ્રહણ લાગ્યું હતું અને જ્યોતિષકારોનું માનવું છે જે આ સૂર્યગ્રહણ જ દરેક માનવજાત માટૅ સમસ્યાઓનો કાફલો લઈને ઉભરાયું છે અને પૂરો સંસાર કોરોનાની મહામારી વચ્ચે તડપી રહ્યો છે.

Image Source

એવામાં આવનારા જૂન મહિનામાં ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણની ઘટનાઓ થઇ શકે છે જેમાં ચંદ્રગ્રહણ કરતા સૂર્યગ્રહણ વધારે મહત્વપૂર્ણ હશે. એવું એટલા માટે કેમ કે 21 જૂન ના રોજ પડનારું સૂર્યગ્રહણ મિથુન રાશિમાં હશે અને તે સમયે નવ ગ્રહોમાના છ ગ્રહ વક્રી અવસ્થામાં હશે.

Image Source

તેનો અર્થ એ છે કે મોટાભાગના ગ્રહો વક્રી સ્થિતિમાં હશે અને ગ્રહોનું એકસાથે વક્રી હોવું કોઈ સામાન્ય વાત ન ગણી શકાય પણ તેનું ભયંકર પરિણામ પણ આવી શકે છે.

Image Source

સૂર્યગ્રહણનો પ્રભાવ લાંબા સમય સુધી રહેશે અને લગભગ 6 થી 7 મહિના સુધી સૂર્યગ્રહણનો પ્રભાવ સારો કે ખરાબ થઇ શકે છે. જૂન મહિનામાં પડનારું આ સૂર્યગ્રહણ લગભગ જાન્યુઆરી 2021 સુધી સ્થિતિને પ્રભાવિત કરશે અને સાથે આટલા બધા ગ્રહોનું એકસાથે વક્રી હોવું ભવિષ્યમાં કોઈ મોટી પ્રાકૃતિક આપત્તિ થવાનો સંકેત કરી રહી છે.

Image Source

જો કે આ ગ્રહણને લીધે ભયભીત થવાની કોઇ જ જરૂર નથી, માત્ર લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને કોરોના વાયરસ સામે લડવા માટે પોતાને મજબૂત બનાવવાનું રહેશે. આવનારા અમુક દિસવો વધારે મહત્વપૂર્ણ રહેશે કેમ કે લોકો લોકડાઉન ખુલ્યા પછી ઘરેથી બહાર નીકળશે તો કોરોના સંક્ર્મણની સ્થિતિ બગડી શકે છે, પણ જો સમગ્ર જનતા જાગરૂક રહેશે તો આ મહામારીને આગળ વધવાથી રોકી શકાય તેમ છે.

Image Source

જ્યોતિષકારોના આધારે આવનારા સમયમાં પાણીના પૂર, ભૂસ્ખલન, ભૂકંપ જેવી સમસ્યાઓ હેરાન કરી શકે તેમ છે અને આ કોરોના વાયરસ પણ હજી ઘણા સમય સુધી રહી પણ શકે છે. માટે બધાએ મળીને એ પ્રયત્ન કરવાના રહેશે કે આ સમસ્યાને જડ-મૂળમાંથી જ ખતમ કરી શકાય અને પોતાને મજબૂત બનાવીએ અને પોતાની આસપાસના લોકોનું પણ ખાસ ધ્યાન રાખીએ.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.