ખબર

માત્ર 58 દિવસમાં માસ્કના દંડની આવક જોઈને તમે પણ વિચારમાં પડી જશો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક કરતા પણ વધારે

કોરોનાનો કહેર દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા અને પ્રજા પણ આ બાતે કાળજી રાખે તે માટે સરકાર દ્વારા પણ કેટલાક પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોનામાં માસ્ક સૌથી જરૂરી હથિયાર છે ત્યારે ઘણા લોકો માસ્ક પહેરવામાં પણ ગેરકાળજી રાખતા હોય છે.

Image Source

જેના કારણે સરકારે માસ્ક ના પહેરનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું, અને 200 રૂપિયાથી શરૂઆત કરીને આજે દંડની રકમ 1000 રૂપિયા સુધીની કરી દેવામાં આવી છે. ત્યારે છેલ્લા 58 દિવસની અંદર ગુજરાતીઓએ માસ્ક ના પહેરવાને લઈને જે દંડ ભર્યો છે, તેના આંકડા ખરેખર ચોંકાવનારા છે.

Image Source

છેલ્લા 5 મહિનાની અંદર જ ગુજરાત સરકાર દ્વારા કોરોના નિયમોના ભંગ અને માસ્ક ના પહેરનારા લોકો પાસેથી 78 કરોડ રૂપિયાનો કુલ દંડ વસુલ્યો છે. તો છેલ્લા 58 દિવસની અંદર જ 26 કરોડ રૂપિયાની આવક માત્ર માસ્ક ના પહેરનાર લોકો પાસેથી દંડ દ્વારા એકઠી થઇ છે.તેના મુજબ 26 લાખ લોકો પાસેથી માસ્ક ના પહેરવાને લઈને દંડ વસૂલાયો છે.

Image Source

માસ્ક ના પહેરવાને લઈને થયેલી દંડની આવક સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક કરતા પણ વધારે છે. 31 ઓક્ટોબર 2018ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આ‌વ્યું હતું. 2019ની 31 ઓક્ટોબર સુધી રૂપિયા 63.50 કરોડ જેટલી આવક થઇ હતી.