આ દિગ્ગજ ટીવી અભિનેતાની પોલીસે કરી ધરપકડ, સગીરા સાથે દુષ્કર્મ અને છેડછાડનો આરોપ, જાણો વિગત

ટીવીની મશહૂર ધારાવાહિક “નાગિન 3” ફેમ ટીવી અભિનેતા પર્લ વી પુરીની સગીરા સાથે રેપના આરોપમાં પોક્સો એક્ટ અંતર્ગત મુંબઇ પોલિસે ધરપકડ કરી હતી. 4 જૂને અભિનેતા વિરૂદ્ધ આઇપીસી ધારા અંતર્ગત અરેસ્ટ કરવામાં આવ્યો હતો.પીડિતાએ કહ્યુ કે, પહેલા તેની સાથે કારમાં રેપ કર્યો હતો અને પછી તેને વારંવાર પુનરાવર્તિ કરવામાં આવ્યો. (Image Credit/Instagram-pearlvpuri)

પર્લને પોક્સો એક્ટ અંતર્ગત સગીરા સાથે રેપના આરોપમાં ધરપકડ કરાઇ હતી. અભિનેતાને વાલિવ પોલિસે તેને કસ્ટડીમાં લઇ લીધો હતો અને તેની સાથે પૂછપરછ કરી હતી. આ મામલામાં અંબોલી પોલિસે પણ મદદ કરી.પર્લ તેના રિલેશનને લઇને ઘણીવાર ચર્ચામાં રહ્યો.કેટલાક સમય પહેલા જ કરિશ્મા તન્ના સાથે તેના સંબંધની ઘણી ચર્ચાઓ થઇ હતી.

બંને કેટલાક વર્ષ સાથે હતા પરંતુ બંને વચ્ચે કેટલીક અનબન થઇ ગઇ અને બંનેએ તેમના રોમેન્ટિક રિલેશનને ખત્મ કરી દીધો અને હાલ તે બંને વચ્ચે મિત્રતા છે.પીડિતા અને તેના પરિવારે મલવાની પોલિસ ક્ષેત્રમાં ફરિયાદ દાખલ કરાવી હતી, આ વિશે પોલિસનું કહેવુ છે કે આ ઘટના જૂની છે પરંતુ 17 વર્ષિય સગીરાએ તેની માતા સાથે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે

જે બાદ આઇપીસી ધારા 376 અને POCSO એક્ટ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. 31 વર્ષિય પર્લ ટીવી ઇન્ડસ્ટ્રીનો જાણિતો ચહેરો છે. તેમણે “દિલ કી નજર સે ખૂબસુરત”થી ડેબ્યુ કર્યુ હતુ. તે બાદ તેણે અનેક શોમાં કામ કર્યુ છે. તે બિગબોસ 132 અને 13માં ગેસ્ટ તરીકે પણ જોવા મળ્યો છે.

પર્લની ધરપકડથી ચાહકો સાથે સાથે ટીવી સેલેબ્સને પણ ઝટકો લાગ્યો હતો. એવામાં કેટલાક સેલેબ્સ પર્લના સપોર્ટમાં આવ્યા છે. “નાગિન”ની પ્રોડ્યુસર એકતા કપૂરે પર્લ સાથે તસવીર શેર કરી ન્યાયની ગુહાર લગાવી છે અને સાથે જ એકતાએ બાળકીની માતા સાથે થયેલ વાતચીત વિશે પણ જણાવ્યુ છે.

એકતાએ પોસ્ટમાં લખ્યુ છે કે, શુ હું એક ચાઇલ્ડ મોલેસ્ટરને સપોર્ટ કરીશ કે કોઇ પણ અન્ય રીતના મોલેસ્ટરને સપોર્ટ કરીશ ? પરંતુ મેં ગત રાતથી અત્યાર સુધા માણસોને પડતા જોયા છે માણસાઇ આટલી નીચે તેમની આવી શકે ? જે લોકો આપસમાં એકબીજાથી પરેશાન છે તે કોઇ ત્રીજા વ્યક્તિને તેમના મામલામાં લાવી દે છે. ? કેવી રીતે એક માણસ બીજા માણસ સાથે આવુ કરી શકે ?

તેણે વધુમાં લખ્યુ કે, બાળકીની માતા સાથે ઘણી વાતો ફોન પર થઇ તેમનું સ્પષ્ટ કહેવુ છે કે પર્લનો આમાં કોઇ હાથ નથી. આ તેનો પતિ છે જે તેની દીકરીને પોતાની પાસે રાખવા માટે આવી કહાનીઓ બનાવી રહ્યો છે. તે એ સાબિત કરવા માંગે છે કે, એક સેટ પર કામ કરનારી મા તેના બાળકનું ધ્યાન રાખી શકતી નથી. જો આ વાત સાચી છે તો ખૂબ ખોટી છે. જો પર્લ નિર્દોષ છે તો હું લોકોને આગ્રહ કરુ છુ કે તેમની અંદર ઊંડાઇથી જઇને જુએ અને સમજે કે આજે સમયમાં એક મહત્વપૂર્ણ મૂવમેન્ટનો ઉપયોગ ખોટી રીતે થઇ રહ્યો છે. ન્યાયની જીત થાય.

 

View this post on Instagram

 

A post shared by Erk❤️rek (@ektarkapoor)

ત્યાં જ પર્લની મિત્ર અને ટીવી અભિનેત્રી તેમજ ખતરો કે ખિલાડી વિજેતા કરિશ્મા તન્નાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, તેણે લખ્યુ છે કે સત્યમેવ જયતે. હકિકતની હંમેશા જીત થાય છે અને પર્લ જીતી ગયો છે. કરિશ્માની આ પોસ્ટ પર નિર્માતા વિકાસ કલંત્રી, રૂચિકા કપૂર અને અન્ય સેલેબ્સ તેમજ કેટલાક લોકો કમેન્ટ કરી #IstandwithPearl નો ઉપયોગ કરી રહ્યા છે.

Shah Jina