...
   

આ ગુજરાતીએ 3 મહિનામાં ઉભી કરી દીધી 9,800 કરોડની કંપની… દેશના આ યુવા અબજોપતિની ઉંમર જાણીને ચોંકી જાશો

આ છોકરો ભવિષ્યનો અંબાણી-અદાણી બની શકે છે! કોઈની મદદ વગર, એકલા હાથે ઉભી કરી 9,800 કરોડની કંપની, જુઓ આજની બેસ્ટ સ્ટોરી

ભારત એ સફળ ઉદ્યોગપતિઓની જન્મભૂમિ છે. અદાણી, અંબાણી, ટાટા અને બિરલા જેવા નામો વિશ્વભરમાં જાણીતા છે. હવે યુવા ઉદ્યોગસાહસિકો પણ તેજીથી આગળ વધી રહ્યા છે. નાની ઉંમરે સફળતા મેળવીને અબજોપતિઓની યાદીમાં સ્થાન બનાવનારાઓમાં પર્લ કપૂરનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. માત્ર 27 વર્ષની ઉંમરે પર્લ કપૂરે તેમની કંપનીને ત્રણ મહિનામાં જ યુનિકોર્નમાં ફેરવી દીધી છે. આ અબજોપતિનો ગુજરાત સાથે ખાસ સંબંધ છે.


મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા અબજોપતિઓ વિશે દરેક જણ જાણે છે. પરંતુ કેટલાક યુવા ઉદ્યોગસાહસિકો એવા પણ છે જે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. આવું જ એક નામ છે પર્લ કપૂરનું. માત્ર 27 વર્ષની ઉંમરે તેમણે અબજોપતિનો દરજ્જો મેળવી લીધો છે.
27 વર્ષીય પર્લ કપૂરે સફળતાની નવી કહાની લખી છે. તેમણે માત્ર 27 વર્ષની ઉંમરે અબજોપતિઓની યાદીમાં સ્થાન બનાવ્યું છે. ત્રણ મહિનામાં જ તેમના સ્ટાર્ટઅપ Zyber 365ને યુનિકોર્નમાં ફેરવી દીધું.


પર્લે મે 2023માં તેમનું સ્ટાર્ટઅપ Zyber 365 લોન્ચ કર્યું. તેમની કંપની એક Web3 અને AI-આધારિત OS સ્ટાર્ટઅપ છે. જેવો જ પર્લનો આઇડિયા માર્કેટમાં આવ્યો, તેણે રિટેલ સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો અને માત્ર ત્રણ મહિનામાં Zyber 365 એક યુનિકોર્ન કંપની બની ગઈ. કંપનીની કિંમત 1.2 અબજ ડોલર (લગભગ 9840 કરોડ રૂપિયા) છે.


પર્લે લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાંથી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી. પછી એન્ટિયર સોલ્યુશન્સમાં નાણાકીય સલાહકાર અને વ્યવસાય સલાહકાર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો. તેઓ જાણતા હતા કે AI એ જ ભવિષ્ય છે, તેથી તેમણે આ દિશામાં તેમનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. મે 2023માં તેમણે તેમની કંપની Zyber 365 શરૂ કરી. પર્લ બ્લોકચેન, AI અને સાયબર સિક્યોરિટીને એકત્રિત કરીને એક આદર્શ સમાધાન બનાવવા માંગતા હતા. તેમણે આ સમસ્યાને Zyber 365 દ્વારા હલ કરી.


પર્લે કંપનીની શરૂઆત AI સોલ્યુશન્સ સાથે કરી હતી. કંપનીનું મુખ્ય કાર્યાલય લંડનમાં રાખવામાં આવ્યું છે, જ્યારે કામગીરી અમદાવાદમાં ચાલે છે. માત્ર ત્રણ મહિનામાં તેમની કંપનીનું મૂલ્યાંકન 1.2 અબજ ડોલર એટલે કે 9840 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે પર્લ કપૂરની નેટવર્થ 1.1 અબજ ડોલર (9129 કરોડ રૂપિયા) થઈ ગઈ છે. તેમની કંપની એશિયામાં સૌથી ઝડપથી વિકસતી યુનિકોર્ન બની ગઈ છે. કંપનીના 90% શેર પર્લ પાસે છે, 8.3% શેર Sram & Mram Group પાસે છે, જે એક કૃષિ-આધારિત કંપની છે, જેણે કંપનીમાં 100 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.

Swt