પાથરણા ઉપર મગફળી વેચી રહેલા આ વ્યક્તિને છેતરવા માંગતો હતો આ વ્યક્તિ? થયું એવું કે હિસાબ બરાબર થઇ ગયો, જુઓ સ્ક્રીપ્ટેડ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર આજકાલ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો લોકોને હેરાન કરી દેનારા પણ હોય છે, વાયરલ વીડિયોમાં કેટલાક શાતીર ચોર પણ જોવા મળે છે અને તેમની ચોરી કરવાની સ્ટાઇલ એવી હોય છે કે તેને જોઈને આપણે પણ હક્કાબક્કા રહી જઈએ. હાલ એક મગફળી ચોરનો એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આપણે ત્યાં એક કહેવત છે, “જેવું કરવું તેવું ભરવું”. આ વીડિયોમાં પણ એવું જ કંઈક થતું જોવા મળી રહ્યું છે, એક વ્યક્તિ પાથરણું પાથરી અને મગફળી વેચી રહેલા વ્યક્તિ સામે જ ચોરી કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ દરમિયાન તેની સાથે પણ એવું જ થાય છે જેની તેને પોતે પણ કલ્પના નહિ કરી હોય.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રોડના કિનારા ઉપર એક વ્યક્તિ પાથરણામાં મગફળીનો ઢગલો કરીને વેચવા માટે બેઠો છે, ત્યારે જ ત્યાં એક વ્યક્તિ મગફળી ખરીદવા માટે આવે છે. ગ્રાહકના કહ્યા અનુસાર મગફળી વેચનાર થેલીમાં મગફળી તોલવા લાગે છે. આ દરમિયાન ગ્રાહક મગફળી વાળાની નજર ચૂકવી મુઠ્ઠીમાં મગફળી લઈને ખિસ્સામાં ભરવા લાગે છે. તેને એમ લાગે છે કે મગફળી વાળાએ તેને જોયો નથી.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

મગફળી વાળો પણ ખુબ જ ચાલાક હતો તેને પણ જોયું કે ગ્રાહક તેને છેતરી રહ્યો છે એટલે તેને ગ્રાહકનું ધ્યાન ભટકાવ્યું અને મગફળીની થેલીમાંથી થોડી મગફળી પાછી ઢગલામાં ઠાલવી નાખી અને આ રીતે હિસાબ બરાબર કરી નાખ્યો. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, લોકો પણ આ વીડિયોને જોઈને ગ્રાહક સાથે બરાબર કર્યું તેમ કોમેન્ટ કરી રહ્યા છે. જો કે આ વીડિયો જોતા એમ લાગી રહ્યું છે કે તે સ્ક્રિપ્ટેડ વીડિયો છે, પરંતુ લોકોને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે, ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel