રસોઈ

આ રીતે હવે ઘરે જ બનાવો સીંગદાણા અને ટામેટાની ચટણી, સ્વાદમાં છે ખુબ જ લાજવાબ

ઘરમાં જમવામાં ઘણા પ્રકારની ચટણીઓ આપણે બનાવતા હોય છે, કયારેક જમવાની કોઈ વસ્તુમાં સ્વાદ ઓછો હોય ત્યારે ચટણી જમવાનો આનંદ અપાવે છે. તમે અત્યાર સુધી ઘણી ચટણીઓ ખાધી હશે, પરંતુ આજે અમે તમને ખાસ સીંગદાણા અને ટામેટાની ચટણી બનાવવાની એકદમ સરળ રીત શીખવીશું, જેને બનાવવા માટે 5થી 15 મિનિટનો જ સમય લાગે છે. અને તે ખુબ જ સ્વાદિષ્ટ પણ હોય છે.

Image Source

સીંગદાણા ટામેટાની ચટણી બનવાની સામગ્રી:

1 વાટકી કાચા સીંગદાણા

1 ટામેટું

1 લાલ સૂકું મરચું

3-4 લીલા મરચા

4-5 લસણની કળી

મીઠું અને પાણી જરૂરિયાત પ્રમાણે

Image Source

સીંગદાણા અને ટામેટાની ચટણી બનાવવાની રીત:

સૌથી પહેલા એક પેનની અંદર સિંગદાણાને સૂકા જ શેકી લેવા.

ત્યારબાદ સિંગદાણાને ઠંડા કરીને તેના છોતરા કાઢી લેવા.

હવે મિક્સરની અંદર સૂકી શેકેલી મગફળી, ટામેટું, સૂકું મરચું, લીલા મરચા, લસણની કળી અને મીઠું સ્વાદ અનુસાર નાખીને પીસી લેવું.

જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને એક પેસ્ટ બનાવી લેવી.

તૈયાર છે તમારી સીંગદાણા ટામેટાની ચટણી.

Image Source

આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી આવી જ સ્વાદસભર રેસિપી અમે તમારા માટે લાવતા રહીએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.