હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
છેલ્લા એકાદ મહિનાથી રાજકોટમાં સીંગતેલના ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગત અઠવાડિયામાં વધુ 100થી 125 રૂપિયાનો ઘટાડો સીંગતેલમાં નોંધાયો, એટલે હવે સીંગતેલનો ડબ્બો 2650-2700ના સ્તરે પહોંચ્યો છે.
હાલ તો મગફળીની સારી આવક અને નવી મિલો શરૂ થવાને કારણે ભાવ ઘટી રહ્યા છે. ત્યારે હજુ પણ દિવાળી સુધી ભાવ ઘટે એવી શક્યતા છે. દિવાળી પછી ભાવ સ્ટેબલ રહેવાની અથવા તો વધવાની આશા વેપારીઓ સેવી રહ્યા છે.
ચાલુ વર્ષે એવો સમય હતો જ્યારે સીંગતેલના ભાવ 3200 રૂપિયા થઇ ગયા હતા અને હાલ સારી બ્રાન્ડના સીંગતેલના ડબ્બાનો ભાવ 2800 આસપાસ અને રનિંગ 2650-2700 છે. 15 લિટર ડબ્બાનો ભાવ ઓછો હોય છે, જે હાલમાં રૂ.2450થી લઈ 2600 સુધી વેચાઈ રહ્યો છે.
છેલ્લા અઠવાડિયામાં સીંગતેલના ભાવમાં 100થી 125 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આગામી સમયમાં દિવાળી સુધી ભાવ ઘટે એવી શક્યતા છે. સીંગતેલમાં ભાવો ઘટવાનાં કારણો અંગે જણાવીએ તો, હાલ મગફળીની આવકોમાં વધારો થયો છે તેમજ નવરાત્રિથી નવી મિલો પણ શરૂ થઇ છે.
ઉપરાંત સીંગતેલની માંગમાં ઘટાડો નોંધાયો છે, જેને કારણે હાલ સીંગતેલના ભાવો ઘટી રહ્યા છે. આમ તો નવી સિઝન દિવાળી પછી શરૂ થતી હોય છે. જેમાં ફરીથી માંગ વધતા ભાવમાં વધારો થવાની શક્યતા છે. જણાવી દઇએ કે, ખાદ્યતેલના ભાવમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા પાંચેક દિવસથી ખાદ્યતેલમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે સીંગતેલમાં 30, કપાસિયામાં 15 અને પામોલીનમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં