રસોઈ

શિયાળામાં બનાવો સરસ મઝાનો સિંગદાણાનો હલવો, ખાઈને પછી જણાવજો કેવો લાગ્યો?

શિયાળાની અંદર અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, જે સ્વાદની સાથે શરીરમાં પણ ગુણકારી હોય, મગફળીની ઘણી બધી વસ્તુઓ આપણે બનાવતા હોઈએ છીએ પરંતુ આજે અમે તમે સીંગદાણામાંથી બનાવતા હલવા વિશે જણાવીશું, જે આજ પહેલા તમે ક્યારેય નહીં ખાધો હોય, એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો તમે અને તમારા બાળકો વારંવાર એ હલવો બનવવાની જીદ કરશે એ નક્કી છે.

Image Source

સીંગદાણાનો હલવો બનાવવા માટેની સામગ્રી:

 • 100 ગ્રામ શેકેલા સીંગદાણા
 • 1/4 કપ ઘી
 • 1/2 કપ માવો
 • 3/4 કપ આખી ખાંડ (મોરસ)
 • 1/2 કપ મિક્સ ડ્રાયફ્રુટ
 • 1/2 ચમચી ઈલાયચી પાવડર
Image Source

હલવો બનાવવાની રીત:

 • હલવો બનાવવા માટે સૌ પ્રથમ સીંગદાણાના છોતરા કાઢી તેને પલાળીને રાખી લો.
 • હવે પલાળેલા દાણાને થોડીવાર પછી મિક્સરની અંદર અધકચરા પીસી લેવા.
 • એક કઢાઈમાં ધીમા ગેસ ઉપર ઘી ગરમ કરવા માટે રાખી દેવું
 • ઘી ગરમ થઇ ગયા બાદ સીંગદાણાની પેસ્ટને તેની કઢાઈમાં નાખી શેકતા રહેવું.
 • જ્યારે એ સીંગદાણાની પેસ્ટ કઢાઈની અંદર ચોંટવાની બંધ થઇ જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લો.
 • હવે એ જ કઢાઇની અંદર માવાને શેકવાનું શરૂ કરી દો, જ્યાં સુધી તે હલકા બ્રાઉન રંગનો ના થાય ત્યાં સુધી શેકતા રહો.
 • માવો બ્રાઉન રંગનો થઇ જાય ત્યારે તેને એક પ્લેટની અંદર કાઢી લેવો.
 • હવે કઢાઇની અંદર આખી ખાંડ અને એટલા જ પ્રમાણનું પાણી ઉમેરી તેની ચાસણી બનાવી લો.
 • ચાસણી તૈયાર થઇ ગયા બાદ તેની અંદર સીંગદાણાની પેસ્ટ, શેકેલો માવો અને ડ્રાયફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરી લેવા અને હલવો જ્યાં સુધી બરાબર જાડાઈ ના પકડી લે ત્યાં સુધી તેને હલાવતા રહેવું.
 • હલવો બરાબર જાડાઈ પકડી લે પછી તેની અંદર ઈલાયચી પાઉડર નાખીને મિક્સ કરી ગેસ બંધ કરી લેવો.
 • ત્યારબાદ હલવાને ગરમ ગરમ પીરસી તેનો મઝાનો ટેસ્ટ માણી શકો છો.
Image Source

આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી અમે તમારા માટે અવનવી રેસિપી પણ લાવતા રહીએ અને તમારા ટેસ્ટને બેસ્ટ બનાવતા રહીએ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.