ખબર

SBI એ કર્યો મોટો ધડાકો: આ મહિને 25 લાખ કેસ આવી શકે છે- જાણો

દેશમાં કોરાનાની બીજી ખતરનાક લહેર આવવાની વાત સામે આવી છે. ગુરુવારે સામે આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં કહેવાયુ છે કે કોરોના દેશમાં ફરી એકવાર પીક પર પહોંચી શકે છે. એપ્રિલના બીજા હાફમાં કોરોના ફરી એકવાર પોતાનુ ઘાતક રૂપ ધારણ કરી શકે છે, અને દેશમાં તબાહી મચાવી શકે છે.

Image Source

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની રિસર્ચ ટીમના એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે કોરોનાની બીજી લહેર લગભગ 100 દિવસ સુધી રહેશે. જો 15 ફેબ્રુઆરીથી તેની શરૂઆત માનવામાં આવે, તો મે સુધી તેની અસર જોવા મળી શકે છે.

Image Source

SBIના 28 પેજના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે લોકલ સ્તરે લોકડાઉનની કોઈ જ અસર જોવા નહીં મળે. તેથી મોટા સ્તરે વેક્સિનેશન જ કોરોના વિરૂદ્ધની જંગ જીતવાનો એકમાત્ર ઉપાય છે. જો અત્યારથી જ તેની ગણના કરવામાં આવે તો એપ્રિલના બીજા પખવાડિયાથી લઈને મેના મધ્ય સુધી તેનો પીક જોવા મળી શકે છે. આ પહેલાં ગત વર્ષે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં દેશમાં કોરોના પીક પર હતો. તે સમયે દરરોજ 90 હજારથી વધુ કેસ જોવા મળી રહ્યાં હતા.

Image Source

એસબીઆઈએ વધુમાં રીપોર્ટમાં જણાવ્યુ છે કે, ગત સપ્તાહે હાઇ ફ્રીકવન્સી ઇંડિકેટર્સના આધારે બિઝનેસ એક્ટિવિટી ઇંડેક્સ ઘટ્યો છે. ઘણા રાજ્યો દ્વારા સંક્રમણ રોકવા માટે લોકડાઉન અને પ્રતિબંધ લગાવવાની અસર આગામી મહિનાથી દેખાવવાની શરૂ થઇ જશે. રિપોર્ટમાં કહેવાયું છે કે, પ્રતિ દિવસ 40થી 45 લાખ લોકોના ટિકાકરણના વર્તમાન દરથી 45 વર્ષના ઉપરના લોકોની વસ્તીનું સંપૂર્ણ ટિકાકરણ ચાર મહિનામાં ખતમ થશે.