જ્યોતિષ શાસ્ત્ર

એક મોરના પીંછાથી થાય છે અનેક સમસ્યાઓના સમાધાન, જાણો 10 ઉપાય વિશે…

મોર,મયુર,પીકોક કેટલા સુંદર નામ છે આ સુંદર પક્ષીના.જેટલું જ સુંદર આ પક્ષી દેખાય છે તેટલા જ સુંદર ફાયદાઓ તેના પીંછાના પણ છે.આપણા દેવી દેવતાઓને આ પક્ષી ખુબ જ પ્રિય છે.પૌરાણિક કાળમાં મહર્ષિઓએ મોરના પીંછાની કલમ બનાવીને મોટા મોટા ગ્રંથો લખ્યા છે.

Image Source

જ્યોતિષશાસ્ત્રમાં મોરના પીંછાનું ખુબ મહત્વ છે. તેને નવગ્રહનું પ્રતીક પણ માનવામાં આવે છે,જેને લીધે તેનાથી કુંડળીના ઘણા દોષ દૂર થાવાની સાથે સાથે વાસ્તુદોષ પણ દૂર થઇ જાય છે.એવી માન્યતા છે કે મોરના પીંછા તમારી આસપાસ રહેવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થઇ જાય છે.આજે અમે તમને જણાવીશું કે મોરના પીંછા કેવી રીતે લાભદાયી છે અને તેનાથી કેવી રીતે જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકાય છે.

Image Source

1.બગડેલા કામને યોગ્ય કરે:
ભગવાન કૃષ્ણના મુગટ પર વિદ્યમાન મોરનું પીંછું સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.આ કારણથી જો ઘરમાં મોરનું પીછું યોગ્ય જગ્યા પર રાખવામાં આવે તો તેનાથી લાભ થાય છે.જો તમને ઘણા સમયથી તમારા કામમાં અડચણ આવી રહી રહી છે તો તમારા રૂમની પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં મોરનું પીંછું રાખો, તેનાથી તમારા કામ પુરા થાતા જણાશે.

Image Source

2.સાત મોરના પીંછા લગાવો:
જો પતિ-પત્ની વચ્ચે મનમુટાવ છે અને તેઓને લગાતાર ઝગડો થાય છે તો તેઓના બેડરૂમમાં ઉત્તર દિશામાં દીવાલ પર સાત મોરના પીંછા લગાવો.તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે અને તેઓનું વિવાહિત જીવન પણ સુખમય બનશે.

Image Source

3.પૈસાની તંગીને કરે છે દૂર:
જો તમે તમારા વ્યાપારમાં ઉન્નતિ કરવા માગો છો તો ઓફિસ કે દુકાનમા દક્ષિણ-પૂર્વ દિશામાં મોરના પીંછા લગાવો.શાસ્ત્રોના અનુસાર તેનાથી ઘરની આર્થિક સ્થિતિ ઠીક થાવાની સાથે સાથે પૈસાની તંગી પણ દૂર થઇ જાય છે.

Image Source

4.મોરનું પીછું લક્ષ્મીનું પ્રતીક:
મોરના પીંછાને લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે.પોતાના ઘરના પૂજા સ્થાનમાં લક્ષ્મી-ગણેશની મૂર્તિની પાસે એક મોરનું પીછું રાખી દો.રોજ પૂજા કરવાના સમયે પીંછાને સ્પર્શ કરીની દેવી લક્ષ્મીનું ધ્યાન કરો.જલ્દી જ ધન-સંપત્તિના દરવાજા ખુલશે.

Image Source

5. મુખ્ય દ્વાર પર રાખો પીછું:
વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વાર પર તેનું ખુબ મહત્વ જણાવામાં આવ્યું છે.જેને લીધે હંમેશા ઘરના મુખ્ય દરવાજા પર સફાઈ રાખવાની સાથે જ જો તમે શ્રીગણેશજીની મૂર્તિની સાથે મોરનું પીંછુ રાખશો તો એવી માન્યતા છે કે તેનાથી ઘરના દરેક પ્રકારના વાસ્તુદોષ દૂર થઇ જાય છે.

Image Source

6.બાળકોમાં વધે છે એકાગ્રતા:
વિદ્યાર્થીઓના રૂમ કે પુસ્તકોની વચ્ચે મોરના પીંછા રાખવાથી તેઓની સ્મરણ શક્તિ વધી જાય છે અને સાથે જ એકાગ્રતા પણ વધે છે.આ સિવાય શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે મંત્ર જપની માળાને હંમેશા મોરના પીંછાની વચ્ચે રાખવી જોઈએ.

Image Source

7.શત્રુઓને બનાવી દે છે મિત્ર:
એવી માન્યતા છે કે મોરના પીંછામાં શત્રુઓને પણ મિત્ર બનાવી દેવાની શક્તિ છુપાયેલી છે. માનવામાં આવે છે કે જો તમે મહાબલી હનુમાનના માથા પરથી સિંદૂર લઈને જે વ્યક્તિથી તમને મનમુટાવ હોય,તેનું નામ પીંછા પર લખો.તેના પછી તેને મંદિરમાં આખી રાત રાખ્યા પછી તેને પછીની સવારે પાણીમાં પ્રવાહિત કરી દો,તેનાથી તમને ચોક્કસ લાભ મળશે અને તમારો શત્રુ પણ તમારો મિત્ર બની જાશે.

Image Source

8.નવગ્રહોની શાંતિ માટે મોરના પીંછાનો પ્રયોગ:
નવગ્રહોની શાંતિ માટે મોરના પીંછાનો પ્રયોગ કરવામાં આવે છે.ઘરના ઉત્તર-પૂર્વી ખૂણામાં મોરના પીંછા રાખવાથી નવગ્રહની પીડા ઓછી થઇ જાય છે.

Image Source

9.ખરાબ નજરથી બાળકોને બચાવવા માટે બાળકોને મોરપીંછ ચાંદીના તાવીજમાં પહેરાવો.જો તમારું બાળક રડ્યા જ કરે છે અને ખુબ ચિડિયું રહે છે તો પણ મોરના પીંછાથી આ સમસ્યા દૂર થઇ જાય છે.

Image Source

10.ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે મોરના પીંછા પર 21 વાર ગ્રહનો મંત્ર બોલીને તેના પર પાણી છાંટી દો અને તેને શ્રેષ્ઠ સ્થાન પર સ્થાપિત કરી દો. જેનાથી તમને લાભ થાશે, અને ગ્રહોની અશુભ સ્થિતિમાં પણ સુધાર આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks