4 કરોડ લોકો તૂટી પડ્યા પેટીએમ સ્ટોક વેચવા, સૌથી ભયાનક સમાચાર આવ્યા, વાંચો બધી ડિટેઇલ

ઇન્ટરનેશનલ દબાણ વચ્ચે આપણા શેર બજારે બજેટના દિવસે સાવધાનીપૂર્વક શરૂઆત કરી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેની શરૂઆત લગભગ સ્થિર રહી છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં નવું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.

File Pic

તે જ સમયે, આરબીઆઈની કાર્યવાહી પછી, પેટીએમના શેર ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયા છે. આજના બધા જ ઇન્વેસ્ટરોની નજર Paytmની પેરેન્ટ કંપની One97 Communicationsના શેર પર છે. બુધવારે બજાર બંધ થયા બાદ રિઝર્વ બેંકે One97 કોમ્યુનિકેશન્સની પેટાકંપની Paytm પેમેન્ટ્સ બેંક સામે મોટી કાર્યવાહીની જાહેરાત કરી હતી.

Paytm પેમેન્ટ્સ બેંકને તાત્કાલિક નવા ગ્રાહકો ઉમેરવા અથવા નવી ક્રેડિટ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ વોલેટ અને પેટીએમ ફાસ્ટેગ જેવી સેવાઓમાં પૈસા ઉમેરવામાં આવશે નહીં. આજે ભયાનક સ્થિતઃ થઇ છે,

માસુમ ઇન્વેસ્ટરો ખુબ જ ધોવાઈ ગયા છે. આજે સ્ટોક માર્કેટ ખુલતા જ Paytmના શેર 20 ટકાના લોઅર સર્કિટ સાથે 609 રૂપિયા પર આવી ગયો છે. Paytmના શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ફોરેનમાં સ્ટોક માર્કેટની સ્થિતિ અત્યારે સારી નથી.

ઉપરની તસ્વીરમાં તમે જોઈ શકો છો કે પેટીએમ સ્ટોક વેચવા 4 કરોડ 54 લાખ ઓર્ડર પડ્યા છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો સ્થિર રાખવાના નિર્ણયને કારણે વૈશ્વિક બજારમાં નિરાશાનું વાતાવરણ છે. બુધવારે અમેરિકન શેરબજારો ઘટ્યા હતા.

RBI ની સ્ટ્રિક્ટ કાર્યવાહી બાદ પેટીએમના શેરમાં લગભગ 20%નો ઘટાડો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગઈકાલે Paytm ની બેંકિંગ શાખા Paytm Payments Bank (PPBL) પર તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

 

 

YC