ખબર

PayTM વાપરનારા ચેતી જાઓ, ગુગલ પ્લે સ્ટોરમાંથી હટાવવામાં આવી એપ્લિકેશન, આ હતું કારણ

દેશભરમાં નોટબંધી બાદ ડીઝીટલ લેવડ-દેવડના ભાગ રૂપે ઘણી બધી એપ્લિકેશન બજારમાં આવી હતી, તેમાં મુખ્ય ડિઝીટીલ લેવડ દેવડ માટે PayTm એપ્લિકેશનનું ચલણ પણ ખુબ જ વધ્યું હતું. હાલના સમયમાં પણ પેટીએમ દ્વારા ઘણા બધા લોકો લેવડ-દેવડનું કામ કરતા હોય છે. આ બધા વચ્ચે જ હાલમાં ખબર આવી રહી છે કે ગુગુલ પ્લે સ્ટોર ઉપરથી પેટીએમને હટાવવામાં આવી છે.

Image Source

રિપોર્ટ પ્રમાણે પેટીએમની એપ દ્વારા ગૂગલની કેટલીક પોલિસીઓનું ઉલ્લઘન કરવામાં આવ્યું હતું.  પેટીએમ દ્વારા પોતાના નિવેદનમાં કહેવામાં આવ્યું કે તેની એપ્લિકેશનનો ઉપયોગ તમે હાલમાં કરી શકો છો. જો કે પેટીએમની બીજી એપ જેવી પેટીએમ મની અને પેટીએમ મોલ હજુ ગુગલ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે.

Image Source

શા કારણે લેવામાં આવ્યું આ એક્શન?
ગુગુલ પોતાના પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારના ગેમ્બલિંગ કે બેટિંગ એપ્સને જગ્યા નથી આપતું. પેટીએમની એપથી એક બેટિંગ એપ ઉપર યુઝર્સને રી-ડાયરેક્ટ કરવામાં આવી રહ્યો હતો. ગૂગલે પેટીએમ ડેવલપર્સને પહેલા નોટિસ આપી. પરંતુ કોઈ એક્શન ના લેવા ઉપર કંપનીએ છેલ્લે એપ જ રીમુવ કરી નાખી છે.

પેટીએમ દ્વારા કહેવામાં આવ્યું ચિંતા ના કરો:
પ્લે સ્ટોર ઉપરથી એપ હટ્યા બાદ પેટીએમનો પક્ષ પણ આવી ગયો છે. કંપનીએ એક ટ્વીટ કરીને યુઝર્સને ચિંતા ના કરવા વિશે જણાવવામાં આવ્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે: “પેટીએમની એન્ડ્રોઇડ એપ ગુગલ પ્લે સ્ટોર ઉપર નવા ડાઉનલોડ્સ અને અપડેટ્સ માટે અસ્થાયી રૂપથી ઉપલબ્ધ નથી. તે જલ્દી જ પાછી ઉપલબ્ધ થશે. તમારા બધા જ પૈસા એકદમ સુરક્ષિત છે અને તમે તમારી પેટીએમ એપ સામાન્ય રીતે જ ઉપયોગ કરી શકો છો.”

Image Source

ગુગલ તરફથી પણ આપવામાં આવ્યું નિવેદન:
પેટીએમને એપ સ્ટોર ઉપરથી હટાવવા ઉપર એન્ડ્રોઇડ સિક્યોરિટી એન્ડ પ્રાઇવેસીના પ્રોડક્ટ વાઇસ પ્રેસિડેન્ટ સજન ફ્રેએ એક નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે: “અમે કોઈપણ પ્રકારના ઓનલાઇન કસીનોની પરવાનગી નથી આપતા અને ના સપોર્ટ બેટિંગને વધારો કરવા વાળી અનરેગ્યુલેટેડ ગેમ્બલિંગ એપ્સને સપોર્ટ કરીએ છીએ. એમાં એ એપ પણ સામેલ છે જે ગ્રાહકોને બાહરી વેબસાઈટ ઉપર મોકલે છે જ્યાં તે પેડ ટુર્નામેન્ટમાં અસલી પૈસા કે કેશ પ્રાઈઝ જીતી શકે છે. આ અમારી નીતિઓનું ઉલ્લઘન છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.