મુંબઈની આલીશાન તાજ હોટલમાં પહોંચ્યો આ વ્યક્તિ, ખાવાનું કર્યું ઓર્ડર અને બિલ આવ્યું તો ભરવા માટે કાઢ્યું પરચુરણ.. પછી જુઓ શું થયું ? વાયરલ થયો વીડિયો

પરચુરણ લઈને તાજ હોટલમાં જમવા માટે ગયો આ વ્યક્તિ, લોકો પણ આંખો ફાડી ફાડીને જોવા લાગ્યા, વેઈટરની આંખો પણ થઇ ગઈ ચાર, જુઓ વીડિયો

દરેક લોકોનું સપનું હોય છે જે તે મોંઘી મોંઘી રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય પરંતુ ત્યાં સામાન્ય વસ્તુના ભાવ પણ સામાન્ય વ્યક્તિની પહોંચ બહાર હોય છે. ત્યારે લોકો જયારે મુંબઈ ફરવા માટે જતા હોય છે ત્યારે તાજ હોટલને બહારથી જોઈને ખુશ થતા હોય છે અને અંદર જવાની ઈચ્છા પણ રાખતા હોય છે. પરંતુ તે પુરી નથી થઇ શકતી. કારણ કે ત્યાં ભાવ જ એટલા વધારે હોય છે. જેના કારણે હોટલની બહારથી સેલ્ફી લઈને ખુશ થવું પડે છે.

ત્યારે આ તાજ હોટલમાં જવા માટે એક છોકરાએ કંઈક એવો જુગાડ કર્યો કે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો કન્ટેન્ટ ક્રિએટર સિદ્ધેશ લોકરેનો છે. સિદ્ધેશે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેપ્શન સાથે આ વિડ્યો શેર કર્યો, તેને લખ્યું છે કે, “તાજ હોટેલમાં કાંડ કરીને આવી ગયો યાર….ટ્રાન્ઝેક્શન મેટર, પછી ભલે તે ડોલરથી થાય કે ચિલ્લરથી”.

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે આ વ્યક્તિ પહેલા કોટ પહેરીને હોટેલ તાજની અંદર જાય છે અને ત્યાં પિઝા અને મોકટેલની મજા લે છે. જ્યારે બિલ ભરવાનો વારો આવે છે, ત્યારે તે ચિલ્લરથી ભરેલી થેલી બહાર કાઢે છે અને તેમાંથી ખાવાનું બિલ ભરે છે. આજુબાજુ બેઠેલા અન્ય ગ્રાહકો ચિલર બહાર કાઢતી વ્યક્તિને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

તે જ સમયે વેઈટર પણ હસીને ચિલ્લર લે છે અને કહે છે કે તેણે ચિલ્લર ગણવું પડશે. આ ઉપરાંત લોકોએ વાયરલ વીડિયોને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે. એક યુઝરે લખ્યું, “આ કોણ છે આટલું અમીર ભિખારી ?. અન્ય એક યુઝરે લખ્યું, “લોકો ફેમસ થવા માટે કંઈ પણ કરે છે.” આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel