ચાંદખેડામાં યુવતીના શંકાસ્પદ મોત મામલે પોલીસે પતિ અને જેઠની કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો
Pregnant Payal Suthar Death Case, Ahmedabad : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક મોતના મામલાઓ સામે આવી રહ્યા છે. કેટલાક એવા મોતના મામલાઓ પણ સામે આવે છે જે એક રહસ્ય બની જતું હોય છે, અને પોલીસ પણ આ મોતની ગુથ્થી ઉકેલવામાં લાગી જાય છે. ત્યારે હાલ અમદાવાદના ચાંદેખેડામાંથી પણ એક એવા જ મોતનો મામલો સામે આવ્યો હતો. જેમાં એક ગર્ભવતી પરણિતાનું મોત થતા જ સાસરિયા દ્વારા તેના રાજસ્થાન લઇ જઈને અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા.
CCTV ફુટેજ લાગ્યા હતા હાથ :
ત્યારે આ મામલે મહિલાના પિતાએ તેના સાસરિયા પર આરોપ લગાવ્યો હતો અને તેની હત્યા કરી હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસ આ મામલે સતત તપાસ કરી હતી હતી ત્યારે તેમને સોસાયટીના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા અને આ ફુટેજમાં પરણિતાને ગાડીમાં બેસાડીને લઇ જતા પણ જોવામાં આવ્યા, ત્યારે હવે પોલીસે આ મામલે બે લોકોની ધપરકડ પણ કરી લીધી છે. પોલીસે મહિલાના પતિ અને જેઠની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે, જેમાં મહિલાના મોતનું સાચું કારણ સામે આવી શકે છે.
પતિ અને જેઠની ધરપકડ :
પોલીસે પાયલ સુથારના મોતના મામલામાં તેના પતિ કરણ મદનલાલ સુથાર અને તેના જેઠ અનિલ સુથારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તેમના રિમાન્ડ દરમિયાન પાયલના મોતનું કારણ જાણવાનો પ્રયાસ કરશે. પાયલની હત્યા થઇ છે કે પછી કોઈ અન્ય કારણ છુપાવવામાં આવી રહ્યું છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પાયલના મોત બાદ તેના સાસરિયા દ્વારા તેના અંતિમ સંસ્કાર રાજસ્થાનના સુમેરપુરમાં કરી દેવામાં આવ્યા હતા.
પિતાએ લગાવ્યો દહેજનો આરોપ :
ત્યારે પાયલના મોત વિશે પાયલના પિતાને 2 જુલાઈના રોજ માલુમ પડ્યું, તેના 10 દિવસ બાદ તેમને ફરિયાદ નોંધાવી અને દીકરી સાથે લગ્ન પછી બનેલી ઘટનાઓ વિશે પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત તેમને પાયલ ગર્ભવતી હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે હાલ પોલીસે પતિ અને જેઠની ધરપકડ કરી રિમાન્ડ મેળવીને આ ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પાયલના પિતાએ તેના સાસરિયા પર દહેજ માટે પ્રતાડિત કરતા હોવાનો પણ આરોપ લગવ્યો છે.