ફિલ્મી દુનિયા

“સુશાંતે આત્મહત્યા નહિ પરંતુ ડોકટરે જ તેનું મર્ડર કર્યું” આ અભિનેત્રીએ ડોક્ટરનો ભાંડો ફોડ્યો

14 જૂન રવિવારનો દિવસ ના માત્ર બૉલીવુડ માટે પરંતુ સમગ્ર દેશ માટે દુઃખનો દિવસ હતો કારણ કે એ દિવસે ખુબ જ પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી.

સુશાંતની આત્મહત્યા બાદ બોલીવુડમાં અત્યારે ગરમ માહોલ ચાલી રહ્યો છે. તેની આત્મહત્યા કરવા પાછળ ઘણા લોકો એકબીજા માથે દોષના ટોપલા પણ નાખી રહ્યા છે. પોલીસ પણ તેની આત્મહત્યા પાછળનું કારણ શોધવામાં લાગી ગઈ છે ત્યારે ખ્યાતનામ અભિનેત્રી પાયલ રોહતગીએ સુશાંતની આત્મહત્યાને મર્ડર જ કહી દીધું અને તે પણ ડોક્ટ જ કર્યું એમ પણ જણાવ્યું.

Image Source

પાયલ રોહતગીએ એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે અને આ વિડીયો ખુબ જ વાયરલ પણ થઇ ગયો છે. પાયલ વીડિયોની અંદર કહેતી જોવા મળે છે કે “જેટલા સુશાંતને લઈને હું સમાચાર જોઈ રહી છું તે પ્રમાણે લાગે છે કે સુશાંતે આત્મહત્યા નહિ પરંતુ તેનું મર્ડર કરવામાં આવ્યું છે.”
પાયલે આ વીડિયોમાં જણાવ્યું કે: “જે  સાયકાયટ્રિસ્ટ પાસે સુશાંત ઈલાજ કરાવી રહ્યો હતો. તે પોતાના બધા જ દર્દીઓને બાયપોલર ડિસઓર્ડર જણાવે છે. હું પોતે પણ તેમની પાસે ગઈ હતી. અને એમની દવાથી લોકો વધારે ડિપ્રેસ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Team Payal Rohatgi (@payalrohatgi) on

પાયલે આ વીડિયોમાં સોનમ કપૂર વિષે પણ જણાવ્યું છે તેને કહ્યું છે કે “સોનમે મને બ્લોક કરી દીધી છે. કારણ કે તેને મારા વિડીયો પસંદ નથી આવતા, સોનમ જે કર્મની વાતો કરી રહી છે તો હું તેને જણાવી દઉં કે કર્મ વિષે તો હવે તેને ખબર પડશે જયારે તેની ફિલ્મો જોવા માટે કોઈ થિયેટરમાં નહિ જાય.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.