આ અભિનેત્રીની સુસાઇડ નોટ થઇ વાયરલ, લખ્યું- “હું સુશાંત નથી, હું પાયલ છું, મરીશ તો દરેકને ફસાવીને મરીશ..” આ લોકોને ગણાવ્યા જવાબદાર

આ અભિનેત્રીએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં શેર કરી પોતાની સુસાઇડ નોટ, અંદર લખી એવી એવી વાતો કે ઇન્ડસ્ટ્રીમાં મચી ગયો હડકંપ, જુઓ

દેશભરમાં આપઘાતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. લગભગ દરરોજ કોઈના કોઇ આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે અથવા તો કોઈ સતામણીના કારણે આપઘાત કરી લેતા હોવાની ખબર આવતી હોય છે. સામાન્ય માણસની જેમ ઘણા ફિલ્મી સિતારાઓ પણ આપઘાત જેવા પગલાં ભરતા હોય છે. ત્યારે હાલ એક અભિનેત્રીની સુસાઇડ નોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

અભિનેત્રી પાયલ ઘોષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જે દરેકને પરેશાન કરી રહી છે. આ પોસ્ટમાં પાયલ ઘોષે પોતાની આત્મહત્યા વિશે વાત કરી છે. પાયલ ઘોષે લખ્યું છે કે “પોલીસ તેના ઘરે પહોંચી અને જો તે આવી સ્થિતિમાં આત્મહત્યા કરશે તો તેના માટે તમામ લોકો જવાબદાર હશે.”

પાયલે #MeToo ઝુંબેશ દરમિયાન જે શોષણનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. અભિનેત્રીએ ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ પછી તેણે બિગ બોસમાં પહોંચેલા સાજિદ ખાન વિશે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, જેમાં સલમાન ખાનથી લઈને ચેનલ સુધી બધા જ લપેટાઈ ગયા હતા.

હવે પાયલ ઘોષે હોળીની તસવીર શેર કરતા લખ્યું- “ઓશિવારા પોલીસ મારા ઘરે આવી હતી… મને કઈ થઇ ગયું તો કોઈ નહિ બચે… મારા સાઇક્રેટિકસ્ટ સૈયદ રુસ્તાકને પૂછો કે હું કઈ વસ્તુઓમાંથી પસાર થઇ રહી છું… હું સુશાંત નથી, હું પાયલ ઘોષ છું… મરીશ તો દરેકને ફસાવીને મરીશ.

પાયલ ઘોષે એક દિવસ પહેલા બે પોસ્ટ શેર કરી હતી. જેમાં એક સુસાઈડ નોટ પણ સામેલ છે. પાયલે એક કાગળ પર લખ્યું છે- “જો હું પાયલ ઘોષ આત્મહત્યા કરી લઉં અથવા મને હાર્ટ એટેક આવે તો તે લોકો તેના માટે જવાબદાર હશે…” અન્ય એક પોસ્ટમાં પાયલ ઘોષે લખ્યું છે કે “2020માં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ખુલ્લેઆમ બોલ્યા પછી મારા ચિંતાના હુમલા જાદુની જેમ ગાયબ થઈ ગયા.”

તેણે આગળ લખ્યું કે “મેં મારું સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું પરંતુ તેનું પણ… મલ્ટી યુનિવર્સ સ્ટાર્ટ કર્યું અને હું ફરીથી બિમાર અનુભવી રહી છું.…સોશિયલ મીડિયાના ચોચલા…હવે કહો મારી સારવારનો ખર્ચ કોણ આપશે…મારુ શરીર ખરાબ કર્યું ને?…હવે જુઓ બધાનું હું શું કરું છું… હું આત્મહત્યા કરીશ અને બધાના નામ લખીને જઈશ… જો આ પોસ્ટ નીચે કોઈ માફી નહીં માંગે તો બધા ફસાઈ જશે…”

Niraj Patel