ફિલ્મી દુનિયા

પાયલે અનુરાગ કશ્યપનો ભાંડો ફોડ્યો કહ્યું કે મને લાઈબ્રેરીમાં અશ્લીલ, વાંચો સમગ્ર વિગત

એક્ટ્રેસ પાયલ ઘોષએ હાલમાં જ બૉલીવુડ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસના જણાવ્યા મુજબ અનુરાગ કશ્યપ એ દારૂના નશામાં તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું.

પાયલ ઘોષના આરોપ બાદ ઘણા સેલિબ્રિટી અનુરાગ કશ્યપના સમર્થનમાં આવ્યા છે. અનુરાગ કશ્યપની પૂર્વ પત્નીએ પણ પાયલ ઘોષના આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. તો તાપસી પન્નુએ પણ અનુરાગ કશ્યપનું સમર્થન કર્યું છે.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર આરોપનો વરસાદ કર્યો છે. અભિનેત્રી મુજબ અનુરાગ કશ્યપે લાઇબ્રેરીમાં લઈ જઇને તેને ખરાબ વિડીયો દેખાડ્યો હતો. પાયલ ઘોષએ કહ્યું હતું કે, મીટુ આંદોલન દરમિયાન તેણે યૌન શોષણની વાત  કહી હતી, પરંતુ બાદમાં તેણે આ ટ્વીટ્સ જાતે જ ડીલીટ કરી નાખ્યું હતું.

પાયલ ઘોષ કહે છે કે તેને તેના પરિવારનો સપોર્ટની જરૂર છે. તે પછી જ તે એજન્સીનો સંપર્ક કરશે. પરંતુ જો આ દરમિયાન અનુરાગ કશ્યપે તેની પાસે માફી માંગી લીધી છે તો તે પણ તેને માફ કરવા તૈયાર છે. આ સાથે પાયલને બોલિવૂડ તરફથી પણ ટેકાની અપેક્ષા છે.

જણાવી દઈએ કે પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર સોશિયલ મીડિયા દ્વારા જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. પાયલ ઘોષના આરોપો બાદ અનુરાગ કશ્યપે એક પછી એક ટ્વીટ્સ કર્યા હતા. અનુરાગ કશ્યપના કહેવા મુજબ, આ તેમની વિરુદ્ધ કાવતરા હેઠળ કરવામાં આવી રહ્યું છે. પાયલ ઘોષે આ આરોપો અનુરાગ પર લગાવ્યા છે. જ્યારે તે કંગના રનૌતે અને રવિ કિશન પણ આ જંગમાં ઝંપલાવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.