ખબર

વધુ એક વાર તારીખ પે તારીખ: નિર્ભયાના દોષિતો પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં કરી ક્યુરેટિવ પિટિશન દાખલ, ફાંસીની તારીખમાં આવી શકે છે બદલાવ

2012 નિર્ભયાના કેસના દોષિતોની ફાંસીની સજા સતત ઠેલાઇ રહી છે. નિર્ભયાના દોષિતોને 3 માર્ચે ફાંસીની સજા ફટકારવવામાં આવી હતી. આ પહેલા 3 વાર ડેથ વોરંટ જાહેર થયું છે. લાગે છે ફરી એક વાર આ દોષિતોની ફાંસીની સજા ટળી શકે છે.

Image Source

નિર્ભયા કેસના ચોથા અને છેલ્લા દોષિત પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. પવને ક્યુરેટિવ પિટિશન દાખલ કરતા અરજીમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરી છે. આ સંજોગોમાં માનવામાં આવે છે કે, આ દોષિતોની ફાંસી પાછી ઠેલાઇ શકે છે. અત્યાર સુધી પવને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન પણ દાખલ કરી ના હતી કે દયા અરજી પણ કરી ના હતી. પવન દોષીના વકિલ એ.પી. સિંહે ફરી એક વાર ઘટના સમયે પવન સગીર હોવાની વાત કરી છે.

Image Source

ટ્રાયલ કોર્ટે ચરિત દોષિતોને 3 માર્ચન ડેથવોરંટ જાહેર કર્યું હતું. ત્યારે લાગી રહ્યું કે કે, આવનાર સોમવારે એટલે કે, 2 માર્ચ આ અરજી પર સુનાવણી થશે. જો આ અરજી નકારી દેવામાં આવશે તો પવનના વકીલ સુપ્રીમ કોર્ટમાં માંગ કરશે કે ત્રણ માર્ચના ડેથ વોરંટ પર રોક લગાવવામાં આવે.


પવનની ક્યુરેટીવ પિટિશનની અરજી ફગાવ્યા બાદ પવન પાસે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરવાનો કાનૂની વિકલ્પ બાકી રહેશે. સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન ફગાવ્યા બાદ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી પર ફેંસલો આવવામાં 3થી 4 દિવસનો સમય લાગી શકે છે. આ રીતે જોવા જઈએ તો ત્રણ માર્ચ ફાંસી આપવી મુશ્કેલ છે. આમ તારે ત્રણ માર્ચ બાદ ફરી એક વાર ડેથ વોરંટ જાહેર કરવામાં આવશે.

Image Source

જણાવી દઈએ કે, આ મામલે નિર્ભયાના દોષિતો અક્ષય, વિનય અને મુકેશની સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન અને રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી પહેલીથી જ નકારી દેવામાં આવી છે. આ રીતે આ ત્રણેયને ફાંસી દેવાની નિશ્ચિત થઇ ગયું છે.

Image Source

જણાવી દઈએ કે, 16 ડિસેમ્બર 2012ની દિલ્લીના વસંત વિહાર વિસ્તારમાં 23 વર્ષની પેરામેડિકલની વિધાર્થીની નિર્ભયા સાથે ચાલતી બસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં દોષીતોએ નિર્ભયાના પ્રાઇવેટ પાર્ટમાં રોડ પણ નાખી દીધીઓ હતો. આ ઘટના બાદ નિર્ભયાને સારવાર અર્થે સિંગાપોર લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની નિંદા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઇ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.