લાઇટ ડિમ થતા જ બોયફ્રેન્ડના ખોળામાં ચઢી અભિનેત્રી, પછી સામે આવી પ્રાઇવેટ તસવીરો

ખાનની પાછળ ખુબ જ દીવાની છે ટીવીની મોટી હિરોઈન પવિત્રા, ખોળામાં બેસીને જુઓ કેવા કેવા હોટ પોઝ આપ્યા

ટીવી ઇન્ડસ્ટ્રીના હોટ કપલ પવિત્રા પુનિયા અને એજાઝ ખાન પોતાની લવ લાઇફને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. બંને સ્ટાર્સ ઘણીવાર પબ્લિકલી પણ સ્પોટ થાય છે. પવિત્રા તેના બોલ્ડ અંદાજ માટે મશહૂર છે, ત્યાં આ દિવસોમાં અભિનેત્રી એજાઝ સાથે તેના રિલેશનને એન્જોય કરી રહી છે. હવે એકવાર ફરી પવિત્રા અને એજાઝની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સેલેબ્સ ઘણીવાર પાર્ટીઝ અને રેડ કાર્પેટ પર ખુલીને પ્રેમનો ઇઝહાર કરે છે. આવું જ કંઇક હાલ જોવા મળ્યુ.

પવિત્રા પુનિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં પવિત્રાએ એજાઝ માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. આ સાથે તેણે કેટલીક રોમેન્ટિક તસવીરો પણ શેર કરી છે. કેટલીક તસવીરોમાં પવિત્રા એજાઝના ખોળામાં ચડીને મસ્તી કરતી જોવા મળી હતી અને રોમાંસમાં મગ્ન હતી. પવિત્રા અને એજાઝની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પવિત્રા અને એજાઝની આ તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.

તસવીરોની સાથે તેણે લખ્યું, ‘માય રોક મારા જીવનનો પ્રેમ, એકમાત્ર વ્યક્તિ જેની હું મારા પિતા બાદ સંભાળ રાખું છું. મારા જીવનમાં અત્યાર સુધી જે સૌથી ઉદાર વ્યક્તિ મને મળી છે. સૌથી મહેનતુ અને કાર્યક્ષમ માણસ. સૌથી અઘરાથી નરમ. આઈ લવ યુ બેબી.. આઈ લવ યુ, માય ડિયર.’ પવિત્રા અને એજાઝની આવી કેમેસ્ટ્રી જોઈને બધા લગ્નની રાહ જોઈ રહ્યા છે. એવા અહેવાલો છે કે આ કપલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાની યોજના બનાવી રહ્યું છે.

પવિત્રા અને એજાઝની લવસ્ટોરીની વાત કરીએ તો બંને પહેલીવાર ટીવીના પોપ્યુલર કોન્ટ્રોવર્સી શો ‘બિગબોસ’માં સાથે જોવા મળ્યા હતા. આ શોથી તેમનો પ્રેમ વધવા લાગ્યો હતો. લોકો તેમની જોડીને ખૂબ પસંદ કરે છે.પવિત્રા પુનિયા હાલમાં ટીવી સીરિયલ ‘ઈશ્ક કી દાસ્તાન નાગમની’માં મોહિનીનો રોલ કરી રહી છે. આ સીરિયલમાં મોહિનીનો લૂક અને અભિનય જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.

પવિત્રાએ હાલમાં જ દુલ્હનના ગેટઅપમાં પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરોમાં પવિત્રા ખૂબ જ સુંદર લાગી રહી હતી. પવિત્રા પુનિયાએ લાલ સાડી, કપાળમાં સિંદૂર અને હાથમાં લાલ બંગડીઓ પહેરી હતી. આ તસવીરોમાં પવિત્રા પુનિયા શરમાતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર પવિત્રા પુનિયાની આ તસવીરો જોતજોતામાં જ વાયરલ થઈ ગઈ હતી. આ તસવીરો જોઈને કેટલાક તેના લગ્ન વિશે અનુમાન લગાવી રહ્યા હતા. પવિત્રા પુનિયાએ આ ફોટોઝ સાથે કેપ્શનમાં ફૂલ આઈકન શેર કર્યું હતુ.

પવિત્રા પુનિયા અને એજાઝ ખાનની લવસ્ટોરી ખૂબ જ ફિલ્મી રહી છે. જ્યારે બિગ બોસ 14 શરૂ થયું, ત્યારે પવિત્રા પુનિયા અને એજાઝ ખાન વચ્ચે ઘણી લડાઈ થઈ હતી જે બાદ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. બિગ બોસમાં તેમના પ્રેમની ખૂબ ચર્ચા થઈ હતી અને આજે પણ સોશિયલ મીડિયા પર આ બંને વચ્ચેનો પ્રેમ દર્શકોને દિવાના બનાવે છે. હવે આ વેડિંગ સીઝનમાં ફેન્સ આ કપલના લગ્નની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે, બંનેના ફેન્સ તરફથી તેમના લગ્નને લઈને અનેક સવાલો પૂછવામાં આવી રહ્યા છે, આ કપલ ક્યારે લગ્નના બંધનમાં બંધાશે.

Shah Jina