મર્સીડીઝ ખરીદ્યા બાદ કિંજલ દવેએ વધુ એક ઉજવણી કરી, થવાવાળી લાડકી ભાભીનો એવી રીતે જન્મ દિવસ ઉજવ્યો કે સૌ જોતા જ રહી ગયા

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને આજે કોઈ ઓળખની જરૂર નથી, તે આજે આખા ગુજરાતની અંદર અનેરી નામના ધરાવે છે. ગુજરાતના દરેક ઘરમાં તેની આગવી ઓળખ છે. તેના પહેલા ગીત “ચાર ચાર બગંળી”થી તેને ખુબ જ પ્રસિદ્ધિ હાંસલ કરી, તેના બાદ તેનો ચાહક વર્ગ પણ મોટો થતો ગયો અને આજે ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકામાં તેનું એક આગવું નામ છે.

કિંજલ દવે તેના ગીતો ઉપરાંત તેના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તેને પોતાના કાર કલેક્શનમાં એક શાનદાર લક્ઝુરિયસ કાર ઉમેરી તેની તસવીરો પણ તેને શેર કરી હતી, જેના બાદ ચાહકોએ તેને શુભકામનાઓ પણ પાઠવી હતી, ત્યારે હવે કિંજલે પોતાની થવા વાળી લાડકી ભાભીનો પણ જન્મ દિવસ ખુબ જ શાનદાર રીતે ઉજવ્યો.

કિંજલ દવેએ એક વૈભવી કાર ખરીદી છે, કિંજલ દવેએ મર્સીડિઝ બેંઝ કાર ખરીદી છે, તે ખૂબ જ વૈભવી અને મોંઘી ડાટ છે, આ કારની અંદર એકથી એક ચડિયાતી ફેસિલિટી છે. કિંજલ દવેએ શેર કરેલ તસ્વીરમાં તે ખુશ ખુશાલ જોવા મળી રહી છે. આ કાર દેખાવમાં ખુબ જ સ્ટાઈલિશ અને લક્ઝુરિયસ છે.

કિંજલ દવેએ શરૂઆતમાં પોતાની ઇન્સ્ટા સ્ટોરી ઉપર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેના પપ્પા લલિત દવે આ શાનદાર કાર ચલાવતા જોવા મળ્યા હતા. સાથે જ કિંજલ દવેએ તેના પપ્પાને આ નવી કાર માટે શુભકામનાઓ પણ પાઠવી હતી. જેના બાદ ચાહકો પણ કિંજલ દવે સાથે આ કારની તસવીરો જોવા આતુર હતા અને ચાહકોની આતુરતાનો અંત આણ્યો અને તસવીરો શેર કરી.

ત્યારે હાલમાં જ કિંજલ દવેએ તેના થવા વાળા ભાભીના જન્મ દિવસની પણ ઉજવણી કરી, જેની પણ ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે. કિંજલ દવેના ભાઈ આકાશ દવેની ભાવી પત્નીનું નામ જાગૃતિ છે. જે કિંજલ દવેના ભાવિ પતિ પવન જોશીની બહેન છે. જાગૃતિનો આ 22મોં જન્મ દિવસ ઉજવવામાં આવ્યો. જેની તસવીરો હાલ વાયરલ થઇ રહી છે.

સામે આવેલી તસ્વીરોમાં જાગૃતિ અને આકાશ સાથે જોવા મળી રહ્યા છે. આ તસ્વીરોને આકાશ દવેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે, સાથે જ ખુબ જ સરસ કેપશન પણ આપ્યું છે. આકાશે લખ્યું છે, “તારા 22માં જન્મ દિવસ ઉપર ઈશ્વર પોતાના સર્વશ્રેષ્ઠ આશીર્વાદ વરસાવે. હું પાર્થના કરું છું કે 22 આશા સપના અને વિશ્વાસ લાવે કે તું તારા દિલની ઈચ્છા પૂર્ણ કરી શકું. તને ખુશી, સારા સ્વાસ્થ્ય અને અવાનારા વર્ષ માટેની શુભકામનાઓ. જન્મ દિવસ મુબારક”

તો આ ઉપરાંત કિંજલ દવેના ભાવિ પતિ પવન જોશીએ પણ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં પવન જોશી સાથે તેની બહેન જાગૃતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત અન્ય તસ્વીરોમાં કિંજલ દવે પણ તેમની સાથે જોવા મળે છે. તો વધુ એક તસ્વીરમાં પવન જોશી અને તેમની બહેન તેમના માતા પિતા સાથે ઉભા છે. તો ચોથી તસ્વીરમાં કિંજલ દવે, આકાશ દવે, પવન જોશી અને જાગૃતિ જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત હાલમાં જ આકાશ દવેએ પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાની ચમચમાતી લક્ઝુરિયસ કાર મર્સીડીઝ બેન્ઝ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં બહેન કિંજલ દવે અને તેના પપ્પા લલિત દવે સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ તસવીરો શેર કરવાની સાથે જ આકાશે ખુબ જ સરસ કેપશન પણ આપ્યું છે.

આકાશે લખ્યું છે કે, “સખત મહેનત સપનાને સાકાર કરે છે નવી મર્સિડીઝ બેન્ઝ ઉમેરાઈ ! કેશર કૃપા જ કેવલમ !” આકાશ દવે દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. તેમજ પરિવારમાં આવેલી આ શાનદાર કાર માટે તેમને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

Niraj Patel