25 વર્ષના થયા કિંજલ દવેના ભાવિ ભરથાર પવન જોશી, શાનદાર જન્મ દિવસની ઉજવણીની તસવીરો થઇ સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ

ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકાઓમાં જેનું નામ સુમાર છે એવી કિંજલ દવે આજે ઘર ઘરની ઓળખ બની ગઈ છે. કિંજલ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના જીવન વિશે પણ તે ખુલીને ચાહકો સાથે અપડેટ શેર કરતી રહે છે. સોશિયલ મીડિયામાં કિંજલ દવેનો ખુબ જ મોટો ચાહકવર્ગ પણ છે.

કિંજલ દવે તેના સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર તેની સ્ટાઈલિશ તસવીરો પણ શેર કરતી રહે છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે. કિંજલ દવે તેના કાર્યક્રમો સાથે પણ જોડાયેલી તસીવરો અને વીડિયો શેર કરે છે, તો પોતાના અંગત જીવન વિશે પણ તે તસવીરો શેર કરતી રહે છે.

આપણે બધા જ જાણીએ છીએ કે કિંજલ દવેએ પવન જોશી સાથે સગાઈ કરી છે. કિંજલ અને પવન તેમના સોશિયલ મીડિયામાં બંનેની સાથે તસવીરો પણ પોસ્ટ કરતા રહે છે. તે બંને ઘણીવાર રજાઓ મનાવવા માટે પણ જતા હોય છે. તેમની તસવીરો સામે આવતા જ વાયરલ પણ થઇ જતી હોય છે.

કિંજલ દવેના ચાહકો પણ કિંજલ અને પવન જોશીની જોડીને ખુબ જ પસંદ કરે છે. તેમની સગાઈને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો છે. ત્યારે હાલમાં જ કિંજલ દવેના ભાવિ ભરથાર પવન જોશીનો જન્મ દિવસ હતો અને તેમના આ જન્મ દિવસે ખાસ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઘણી તસવીરો પણ સામે આવી છે.

પવન જોશીના જન્મ દિવસની સામે આવેલી તસ્વીરો પવન જોશીએ જ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. આ સાથે જ પવન જોશીએ કેપશનમાં લખ્યું છે કે, “આવી અદ્ભુત જન્મદિવસની પાર્ટી માટે કિંજલ દવે તમારો આભાર. મને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે સમય કાઢનાર દરેક વ્યક્તિનો આભાર માનવા માટે માત્ર એક સેકન્ડ ફાળવવા માંગુ છું. તમારી વિચારશીલતા એટલી હ્રદયસ્પર્શી હતી અને ખરેખર આ દિવસને વધુ વિશેષ બનાવ્યો. આભાર આભાર! આપ સૌને ખૂબ ખૂબ પ્રેમ !”

કિંજલ દવેએ પણ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પવન જોશી સાથેની એક રોમાન્ટિક તસવીર શેર કરી છે. જેમાં બંને એક સરસ મજાના સ્થળ ઉપર બેસીને કેમેરા સામે પોઝ આપી રહ્યા છે. આ તસ્વીર શેર કરવાની સાથે કિંજલ દવેએ કેપશનમાં લખ્યું છે, “હેપી બર્થડે માય હેન્ડસમ. જીવન સાથી કેવો હોવો જોઈએ તેનું તમે એક ઉત્તમ ઉદાહરણ છો !”

પવન જોશીએ પોતાના જન્મ દિવસની ઢગલાબંધ તસવીરો શેર કરી છે, જેમાં કિંજલ દવે ઉપરાંત બંનેના પરિવારજનો પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ખુબ જ સુંદર સાજ સજાવટ પણ કરવામાં આવી છે અને ટેબલ ઉપર શાનદાર કેક પણ રાખવામાં આવી છે. જેની પાછળ ઉભા રહી અને કિંજલ દવે સાથે પવન જોશી રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે.

પવન જોશી દ્વારા શેર કરવામાં આવેલી અન્ય તસવીરોમાં પરિવારજનો ઉપરાંત મિત્રો અને સ્નેહીજનો પણ જોવા મળી રહ્યા છે. તો પવન અને કિંજલની દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો ઉપર ઘણા બધા સેલેબ્સ પણ પવન જોશીને જન્મ દિવસની શુભકામનાઓ આપતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel