ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હશે કે દેશભરના યાત્રાધામ કોરોના જેવી મહામારીના કારણે આટલા સમય સુધી બંધ કરી દેવામાં આવ્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ જે એક શક્તિપીઠ કહેવાય છે એ પણ છેલ્લા 100 દિવસ ઉપરાંતથી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું. 111 દિવસ બાદ મહાકાળીના ભક્તો માટે ગઈકાલથી ખુલ્લું મુકવામાં આવ્યું છે.

51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે પાવાગઢ યાત્રાધામ જ્યાં માં આદ્યશક્તિ મહાકાળીનો વાસ છે. દેશભરના યાત્રાધામ પાવાગઢ પહેલા દર્શન માટે ખુલ્લા મૂકી દેવાયા હતા. પરંતુ પાવાગઢ મંદિરમાં રીનોવેશનના કામને લઈને કાલથી ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

પાવાગઢ મંદિરમાં કોવિડ-19ની ગાઈડ લાઈન અનુસાર, સૅનેટાઇઝર, મોઢા પર માસ્ક ફરજિયાત તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિતના નિયમો રાખવામાં આવ્યા છે. કોરોનાથી સાવચેતીના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદી વિતરણ અને અન્ન ક્ષેત્ર હાલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભક્તો પાવાગઢ મંદિરમાં સવારે 6.00 વાગ્યાથી સાંજના 7.00 વાગ્યાં સુધી દર્શનનો લ્હાવો લઇ શકશે. હાલ મંદિરમાં પ્રસાદ, ચુંદડી કે અન્ય કોઈ વસ્તુ લઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વરસાદી માહોલને કારણે પાવાગઢ મંદિરમાં પ્રથમ દિવસે ભક્તોની ભીડ જોવા મળી નહોતી. 5000 ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

જોકે પાવાગઢ ખાતે પ્રથમ દિવસે વરસાદી વાતાવરણના કારણે વાતાવરણ એકદમ આહલાદક લાગતું હતું. પાવાગઢ મંદિરની સાથે તેની નજીક આવેલ હેરિટેજ સાઇટ્સ પણ પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે. હેરિટેજ સાઇટ્સ જુમ્મા મસ્જિદ, સાત કમાન, શહેર કી મસ્જિદ સહિતના મોન્યુમેન્ટ્સ ખોલી દેવાયા છે. આર્કિયોલોજી વિભાગ દ્વારા પ્રવાસીઓના ટેમ્પરેચર ચેક કરવા, સેનેટાઈઝ કરવા સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.