ખબર

ભક્તો માટે ખુશખબરી: દિવાળી પહેલા પાવાગઢ મંદિરથી આવ્યા સારા સમાચાર

કોરોના મહામારીના કારણે ઘણું બધું બંધ થયું તેમાં ઈશ્વરના દ્વાર પણ બંધ કરવાની ફરજ પડી હતી, પરંતુ હાલના તબક્કે ઘણા બધા મંદિરોને સુરક્ષાના નિયમો સાથે ખોલવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે દેશભરમાં પ્રખ્યાત ગુજરાતના પાવાગઢનું મહાકાળી માતાજીનું મંદિર પણ આજ રોજથી ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

Image Source

દિવાળીના તહેવાર નિમિત્તે માતાજીના દ્વારા ખુલવાથી ભક્તોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નવરાત્રીના પાવન તહેવારમાં ભક્તોની ભીડ પાવાગઢ ડુંગરા ઉપર જામતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે નવરાત્રીના સમયમાં પણ ભક્તો નિરાશ થયા હતા.

Image Source

પરંતુ હવે નવરાત્રી બાદ દિવાળીના તહેવારોમાં આ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. ગત 16 ઓક્ટોબરે મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. જે આજ રોજ 2 નવેમ્બરના રોજ ખોલવામા આવ્યા છે.

Image Source

પાવાગઢ ભક્તિ અને આસ્થાનું એક અનોખું કેન્દ્ર છે. દેશભરમાંથી હજારો ભક્તો માતાજીના દર્શને આવતા હોય છે અને તેમાં પણ દિવાળીના તહેવારમાં અહીંયા ભક્તોની ભીડ જામતી હોય છે. ત્યારે આજથી માતાજીના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકવાના સમાચારથી ભક્તોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું છે.