બ્રેકીંગ: હવે પાવાગઢમાં માતાજીના દર્શન મોંઘા પડશે, તમે ત્યાં જવાનું વિચારો છો? તો જલ્દી વાંચો

પાવાગઢ જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર, ખિસ્સુ ભારે રાખજો- હવે રોપ વે નો ભાવ વધી ગયો છે

કોરોનાની બીજી લહેરમાં ઘટાડો થવાની સાથે જ લોકો હરવા ફરવા માટે નીકળી ગયા છે. પ્રવાસન અને ધાર્મિક સ્થળો ઉપર હવે ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળો ઉપર પણ લોકોના ટોળાઓ ઉમટી પડેલા જોવા મળી રહ્યા છે. એવું જ એક ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં પણ માતાજીના ભક્તોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે.

પાવાગઢમાં ઉડન ખટોલા દ્વારા પણ  ઘણા લોકો માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે, ત્યારે હાલમાં જ ખબર આવી રહી છે કે રોપ-વેનું સંચાલન કરતી કંપની દ્વારા રોપ-વેના ભાડામાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ઉડાન ખટોલામાં માતાજીના દર્શન કરવા હવે ભક્તોને મોંઘા પડી શકે છે.

યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વેનું સંચાલન કરી રહેલ ઉષા બ્રેકો કંપનીએ રોપ-વેના ભાડમાં 29 રૂપિયાનો વધારો કર્યો છે. પહેલા અવરજવરની ટિકિટ પેટે 141 રૂપિયા લેવામાં આવતા હતા. જેમાં 29 રૂપિયાનો વધારો કરતા હવે ટિકિટનો ભાવ 170 રૂપિયા થયો છે. કંપનીએ વર્ષ 2019માં 116 રૂપિયામાંથી ભાડું વધારીને 141 રૂપિયા કર્યું હતું. હવે ફરીથી કંપનીએ ભાડામાં વધારો કર્યો છે.

Niraj Patel