વજન ઘટાડવા માટે પૌવા છે સૌથી શ્રેષ્ઠ ઉપાય, આજે જ શરૂ કરી દો નાસ્તામાં અને ઉતારો વજન ફટાફટ, વાંચો કેવી રીતે

0
Advertisement

વધતા વજનથી ઘણા લોકો પરેશાન રહેતા હોય છે. વજન ઉતારવા માટે નવા નવા અખતરા પણ આપણે ઘણા લોકોને કરતા જોયા હશે. કદાચ એમના એક આપણે પણ હોઈશું. મોટાભાગે વજન ઉતારવા માટે એવો આહાર લેતા હોઈએ છે જેમાં આપણને ઓછો ફેટ મળે અને આપણું વજન ના વધે જેને આપણે ડાયટ કહીએ છે. ઘણા લોકો તો વજન વધવાના ડરથી કે વધેલા વજનને ઘટાડવા માટે ખોરાક લેવાનું જ ઓછું કરી દે છે. પરંતુ આજે અમે તમને એવો નાસ્તો હેલ્થી નાસ્તો બતાવવા જઈ રહ્યા છે જે તમારા વજનને વધવા તો નહિ દે પરંતુ વધેલા વજનને ઘટાડવામાં પણ ખુબ જ મદદગાર નિવળશે.

Image Source

આપણે ત્યાં ઘણા ઘરમાં નાસ્તામાં પૌવા ખાવામાં આવતા હોય છે. બસ આજ પૌવા તમારું વજન ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે. કેવી રીતે ચાલો જોઈએ.

Image Source
  • પૌવા પચવામાં ખુબ જ સરળ છે અને તે લાંબા સમય સુધી ભૂખ પણ લાગવા દેતા નથી જેના કારણે તમે પૌવા ખાઈને પણ પેટને સારી રીતે ભરેલું અનુભવી શકો છો અને વધુ ખોરાક ના લેવાના કારણે વજન પણ વધતું નથી તેમજ પૌવા સરળતાથી પાચન પણ થઇ જાય છે.

    Image Source
  • પૌવા શરીરમાં લોહીના પરિભ્રમણ સમયે એકદમ ધીમી ગતિથી ગ્લુકોઝને ભેળવે છે જેના કારણે પણ તમને લાંબા સમય સુધી પેટ ભેરલું છે તેવો અનુભવ થાય છે અને ભૂખ જલ્દી નથી લાગતી.

    Image Source
  • એક વાટકી પૌવાની અંદર 206 કેલેરી હોય છે જો તમે વજન ઓછું કરવા માંગો છો તો પૌવાની અંદર સીંગદાણાના અને બટાકાના બદલે ડુંગળી, ટામેટું, કોથમીર, લીલા મરચા તેમજ બીજી શાકભાજી નાખીને બનાવી શકો છો.

    Image Source
  • પૌવા એક શ્રેષ્ઠ પૌષ્ટિક ભોજન છે. તેની અંદર 75 ટકા કાર્બોહાઇબ્રેડ, 23 ટકા વસા અને 8 ટકા પ્રોટીન રહેલું છે. તે આયરન, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ડી સહીત 11 ખનીજ તત્વો તેમજ વિટામિન તેની અંદર રહેલા છે. જે શરીર માટે ખુબ જ લાભદાયક છે. વજન ઘટાડવા માટે બજારમાં માલ્ટા ફૂડના મુકાબલે પણ પૌવા ખુબ જ સસ્તા અને પૌષ્ટિક પણ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here