એમ્બ્યુલન્સ આવી તો રોકી દીધી મારામારી, ફરી પાછા ચાલવા લાગ્યા લાતો-મુક્કા, વાયરલ થઇ સ્ટ્રીટ ફાઇટ

રસ્તા પર ચાલી રહી હતી મારામારી, ત્યારે જ આવી એમ્બ્યુલન્સ અને પસરાઇ ગયો સન્નાટો ! પછી…

તમે રસ્તા પર ઝઘડાની ઘણી ઘટનાઓ જોઈ હશે. ઘણીવાર લડાઈ દરમિયાન, લોકો તેમની આસપાસ શું થઈ રહ્યું છે તે ભૂલી જાય છે. તેમનું ધ્યાન માત્ર મારમારી કે પછી સામેની વ્યક્તિ પાસેથી બદલો લેવા પર જ હોય છે. જો કે કેરળમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં બે જૂથો અંદરોઅંદર લડી રહ્યા હતા. આ દરમિયાન દર્દીને લઈને એક એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી અને એમ્બ્યુલન્સની સાયરન સાંભળીને બંને જૂથ થોડી સેકન્ડો માટે થંભી ગયા.

પહેલા તો તેઓએ એમ્બ્યુલન્સને જવાનો રસ્તો આપ્યો અને પછી ફરી મારામારી કરવા લાગ્યા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેરળમાં કોંગ્રેસ પાર્ટી અને તેના બળવાખોર નેતાઓ અને CPI(M)ના નેતાઓ વચ્ચે આ ઝઘડો ચાલી રહ્યો હતો. કોંગ્રેસ પાર્ટી અને તેનાથી અલગ થયેલા જૂથ વચ્ચેના તણાવને કારણે આ ઝઘડો શરૂ થયો હતો.

ચૂંટણીના પરિણામો બાદ લડાઈ વધી હતી. કોંગ્રેસના બળવાખોર જૂથને CPI(M)નું સમર્થન હતું. જેના કારણે તેઓ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર નિયંત્રણ મેળવવામાં સફળ રહ્યા હતા. બેંકનું બોર્ડ 61 વર્ષથી કોંગ્રેસનો ગઢ રહ્યું હતું, જે પક્ષને બળવાખોરોના કારણે ગુમાવવું પડ્યું હતું, આવી સ્થિતિમાં ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના નેતાઓમાં નારાજગી હોય તે સ્વાભાવિક હતું. ચૂંટણી કેન્દ્રની બહાર બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

એક તરફ કોંગ્રેસ પક્ષ છે અને બીજી બાજુ તેમના બળવાખોરો અને CPI(M)ના સમર્થકો છે. બંને તરફથી જોરદાર લાતો અને મુક્કાબાજી થઈ હતી. સાયરન વાગતા ભીડ વચ્ચે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચે છે. આ જોઈને બંને પક્ષોએ થોડીવાર માટે લડાઈ બંધ કરી દીધી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સ પસાર થયા બાદ બંને પક્ષો ફરી મારામારી પર ઉતરી આવે છે.

Shah Jina