રસોઈ

પૌઆ ઈડલી રેસિપી- અત્યારે જ નોંધી લો. સ્ટેપ બાય સ્ટેપ બનાવો, એકદમ હેલ્થી – ઘરના બધા લોકોને ખુબ ભાવશે

હેલો દોસ્તો, તમે બધાએ સાદી ઈડલી તો બનાવી જ હશે.આજે હું તમારા બધા માટે ઈડલી ની નવી વેરાયટી લઈને આવી છુ.આશા છે તમને બધાને ગમશે.

પૈાઆ ઈડલી – આ ઈડલી ખૂબ ઓછી સામગી્ અને ઓછા ટાઈમ માં તૈયાર થઈ જાય છે.તો નોંધી લો આ રેસીપી અને આજે જ ટા્ય કરો તમારા કિચનમાં.

સામગી્: પૌઆ- ૧ કપ, સોજી-૧.૫ કપ ઈનો-૨ ટી સ્પૂન ખાટુ દહીં-૨ કપ મીઠુ- સ્વાદ પ્માણે વઘાર માટે: તેલ-૧ ટેબલ સ્પૂન રાઈ- ૧ ટી સ્પૂન અડદની દાડ- ૧ ટી સ્પૂન તલ-૧ ટી સ્પૂન

બનાવની રીત: એક બાઉલ માં ૧કપ પૌઆ અને ૧કપ દહીં મીકસ કરીને ૧૦ મિનિટ માટે રાખી મૂકો. ૧૦ મિનિટ બાદ સરખી રીતે પૌઆ અને દહીંને એકરસ થાય એ રીતે મિકસ કરો. ત્યારબાદ તેમાં ૧.૫ કપ સોજી અને વધેલુ ૧કપ દહીં અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરો.
હવે તેમાં ૧ કપ પાણી ઉમેરી ને ૧૫ મિનિટ માટે રેસ્ટ આપો. ૧૫ મિનિટ બાદ જરુર લાગે તો અડધો કપ પાણી ઉમેરીને સરખુ હલાવો. ખીરુ મીડિયમ થીક (ઈડલી જેવુ) રાખવુ. વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઇ નાખવી.પછી અડદની દાડ અને તલ નાઈખીને ખીરામાં વઘાર કરવો.
ઈડલી સ્ટીમર માં ૨ ગ્લાસ પાણી ગરમ થવા મૂકાો.ઈડલી સ્ટેન્ડમાં સરખુ તેલ લગાવીને સ્ટીમર પર ગરમ થવા મૂકવુ. ખીરામાં ઈનો ઉમેરીને ૨ મિનિટ સુધી એક જ સાઈડ સરખુ હલાવવુ.
ત્યારબાદ ખીરાને ગરમ કરવા મૂકેલા ઈડલી સ્ટેન્ડમાં રેંડીને મીડિયમ આંચ પર ૧૫ મિનિટ સુધી થવા દેવુ . ત્યારબાદ ટુથપીક અથવા નાઇફ વડે ચેક કરવુ.બહાર કાઢીને રુમ ટેમ્પરેચર પર આવે એટલે કોકોનેટની ચટણી અને સંભાર સાથે સવૅ કરો. તો તૈયાર છે ઈડલીની નવી વેરાયટી જે ખૂબ જ ઓછી સામગી્ અને ઓછા ટાઈમમાં બની જાય છે અને ટેસ્ટમાં છે એકદમ મજેદાર.

આ ઈડલી ખૂબ જ સોફ્ટ બને છે જેથી કિડ્સને પણ આપી શકાય છે.તો આજે જ તમારા કિચનમાં બનાવો આ ઈડલીની નવી વેરાયટી અને કમેન્ટસમાં જણાવો કે કેવી લાગી જેથી આવી મજેદાર રેસીપી તમારી સાથે શેર કરી શકુ.પૌઆ ઈડલી રેસિપી

રેસિપી: ભૂમિકા દવે

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks