રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સેંકડો લોકોનો જીવ બચાવનારા આ શ્વાનનું થયું સન્માન, ઝેલેન્સકીએ પહેરાવ્યું મેડલ, જુઓ તસવીરો

શ્વાન એ માણસના સૌથી શ્રેષ્ઠ મિત્ર છે. શ્વાન અને માણસની મિત્રત્તાની ઘણી કહાનીઓ સોશિયલ મીડિયામાં સામે આવતી રહે છે, પરંતુ હાલ જે કહાની સામે આવી છે, તેણે સૌના દિલ જીતી લીધા છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પણ એક શ્વાને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ત્રણ મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધની વચ્ચે કિવમાંથી એક સુંદર નાનો ‘વોર હીરો’ શ્વાન નીકળ્યો છે.

(Photo – stacja7.pl)

આ શ્વાને હિંમત અને બહાદુરી બતાવીને પોતાના દેશ માટે એક દાખલો બેસાડ્યો છે. પ્રશંસનીય સેવા દ્વારા, આ શ્વાને સેંકડો લોકોના જીવ બચાવ્યા. અમે વાત કરી રહ્યા છીએ યુક્રેનના સ્નિફિંગ ડોગ પેટ્રોનની. રશિયન આક્રમણની વચ્ચે, પેટ્રને ઘણા લેન્ડમાઇન બોમ્બ શોધી કાઢ્યા અને યુક્રેનિયન સૈન્યને જોખમની ચેતવણી આપી.

(Photo: deltanewsagency)

પેટ્રોનને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી દ્વારા મેડલ એનાયત કરવામાં આવ્યો છે. નેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની યુક્રેનની તાજેતરની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પેટ્રન અને તેમના સંરક્ષકને મેડલ એનાયત કર્યા છે. જેક રસેલ ટેરિયર જાતિના સ્નિફર ડોગ પેટ્રોને 200 થી વધુ લેન્ડ માઈન બોમ્બ શોધી કાઢ્યા છે.

(Photo – Wiki Commons)

24 ફેબ્રુઆરીના રોજ શરૂ થયેલ યુદ્ધ પછી ઘણા હુમલાઓને રોકવા માટે પેટ્રિઓનને શ્રેય આપવામાં આવે છે. વાસ્તવિક જીવનના સુપરહીરો પેટ્રોને જ્યારે મેડલ એનાયત કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેની ભસીને અને પૂંછડી હલાવીને દરેકનું દિલ જીતી લીધું હતું. પેટ્રનની ક્યુટનેસ જોઈને ત્યાં હાજર દરેક લોકો હસી પડ્યા. ટ્રુડોએ પેટ્રોનની પણ પ્રશંસા કરી હતી.

(photo: fotoblogia.pl)

યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું, ‘હું યુક્રેનિયન હીરોને ઈનામ આપવા માંગુ છું જેઓ પહેલાથી જ અમારી જમીન સુરક્ષિત કરી રહ્યા છે. પેટ્રન જે માત્ર વિસ્ફોટકોને નિષ્ક્રિય કરવામાં મદદ કરે છે, પણ જ્યાં લેન્ડમાઇનનો ભય હોય તેવા વિસ્તારોમાં અમારા બાળકોને જરૂરી સુરક્ષા નિયમો શીખવવામાં પણ મદદ કરે છે.

(photo: atv.pe)

પેટ્રનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે એક વાનમાં કૂદકો મારતો અને આર્મી ઓફિસરના ખોળામાં બેસીને કાટમાળને સુંઘતો જોઈ શકાય છે જેથી વિસ્તાર સુરક્ષિત અને લેન્ડમાઈન બોમ્બથી મુક્ત રહે.

Niraj Patel