આપણા સમાજમાં વર્ષોથી એવી પ્રણાલી ચાલતી આવે છે કે પુરુષની સેવા સ્ત્રીઓ કરતી હોય છે. હંમેશા પુરૂષોનું ધ્યાન રાખતી હોય છે. જ્યારે આખા દિવસના થાક્યાપાક્યા પુરુષ ઘરે આવે. ત્યારે તેમની અલગ અલગ રીતે સેવા કરતી હોય છે. જેમ કે પુરુષ ઘરે આવે ત્યારે પાણી આપે છે. તેમની માટે ચા-પાણી તૈયાર રાખે છે. નહાવા જાય ત્યારે તેના માટેના કપડાં તૈયાર રાખે છે. પુરુષ જ્યારે બીમાર પડે, ત્યારે તેની પાછળને પાછળ સ્ત્રી આખી આખી રાત જાગતી હોય છે. સ્ત્રીઓ પોતાના પુરુષના પગ દબાવતી હોય છે.

શાસ્ત્ર પ્રમાણે સ્ત્રીઓ પુરુષોના પગ દબાવે છે ત્યારે શું થાય છે? લક્ષ્મીનારાયણનો ફોટો આપણે જોઈએ ત્યારે લાગે કે લક્ષ્મીજી હંમેશા નારાયણના ચરણ કમળ ઉપર તેમના પગ દબાવતા જોવા મળે છે. આ વિશે એક પૌરાણિક કથા છે. આ કથા અનુસાર, દેવર્ષિ નારદે એકવાર ધનની દેવી લક્ષ્મીને પૂછ્યું કે તમે હંમેશા વિષ્ણુના પગ કેમ દબાવતા રહો છો? તેના પર લક્ષ્મીજીએ કહ્યું કે ગ્રહોના પ્રભાવથી કોઈ જ બચી શક્યું નથી. ચાહે એ મનુષ્ય હોય કે પછી કોઈ દેવી-દેવતા.
શાસ્ત્રો અનુસાર, મહિલાના હાથમાં દેવગુરુ બૃહસ્પતિ વાસ કરે છે અને પુરુષના પગમાં દૈત્યગુરુ શુક્રાચાર્ય. જયારે કોઈ મહિલા તેના પતિના પગ દબાવે છે ત્યારે દેવ અને દાનવના મળવાથી ધનલાભનો યોગ બને છે. એટલે જ લક્ષ્મીજી હંમેશા તેમના સ્વામી વિષ્ણુના પગ દબાવતા રહે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ યોગથી ખૂબ ધનની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જ કદાચ વર્ષોથી ચાલતું આવે છે કે સ્ત્રીઓ પોતાના પતિના પગ દબાવે છે.

શાસ્ત્રોમાં જણાવેલા આ નિયમ અનુસાર, જયારે પત્ની પતિના પગ દબાવે ત્યારે શુભ ફળ પ્રાપ્ત થવાની શક્યતાઓ વધી જાય છે. તેનાથી ફાયદો એ થાય છે કે ઘરમાં લક્ષ્મીજીનો પ્રવેશ થાય છે અને ઘરમાં ધન આવે છે. આનો અર્થ એ થાય ચેક કે જે સ્ત્રીના હાથનો બુધ તેના પતિના પગના શુક્ર પર પ્રભાવ પાડે છે ત્યારે એ ઘરમાં ધનની કમી નથી થતી.
પહેલા લોકો આ નિયમ જાણતા હતા એટલે તેમને આ નિયમ બનાવ્યો અને ધીરે ધીરે આ એક પ્રણાલી બની ગઈ. અને પુરુષ એક સ્ત્રીને પોતાની નોકર સમજવા લાગ્યો પરંતુ હવે સમયની સાથે લોકો બદલાય એટલે સ્ત્રીને સમાજમાં સમાન દરજ્જો આપવાની કોશિશો શરુ થઇ છે. જેને કારણે હવે સ્ત્રીઓ પોતાના પતિના પગ દબાવતી નથી. પણ એ પ્રણાલી આપણા માટે લાભદાયી હતી.

પણ એનો મતલબ એવો નથી કે આ આર્ટીકલ ખાલી સ્ત્રીઓને બતાવવા માટે છે. સ્ત્રીઓ પણ જ્યારે બીમાર પડે છે, જ્યારે પુરુષ પણ એ જ રીતે સેવા કરતાે હોય છે. તેમને મદદ કરતા હોય છે. આથી સ્ત્રીઓ તો બધુ કરે જ છે પરંતુ પુરુષોએ પણ સ્ત્રીઓને બધી જ રીતે મદદ કરવી જોઈએ સાથ આપવો જોઈએ સેવા કરવી જોઈએ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks