લેખકની કલમે

પત્નીનું મૃત્યુ પછી નીરવ ફોટા સામે જોતો રહ્યો અને યાદોમાં ખોવાઈ રહેતો એક દિવસ નીરવને પ્રમોશનનો લેટર આવ્યો અને

હંમેશા હસતો ખેલતો , બધા ને હસાવતો , બોલ બોલ કરતો ,ખુશ રહી બીજા ને ખુશ કરતો નીરવ ચુપચાપ બેઠો હતો , આંખ માં આંશુ હતા , ચહેરો મુરજાઈ ગયો હતો , કોઈ લાગણી વગર ચૂપ ચાપ પોતાના રૂમ માં જમીન પર બેઠો હતો.

એની આંશુ ભરેલ આંખ સામે દીવાલ પર રાખેલ એની પત્ની નિશા ના હાર ચડાવેલ ફોટા સામે જોઈ રહી હતી.
ત્યાં જ નીરવ ના રૂમ નો દરવાજો ખુલ્યો , નીરવ નું ધ્યાન દરવાજા તફર ગયું, મમ્મી ચાલી અંદર આવતા હતા ,નીરવ એ ફરી પોતાની આંખો નિશા ના ફોટા તરફ કરી લીધી….

મમ્મી આવી નીરવ પાસે જમીન પર બેસી ગયા ,એને પોતાનો હાથ નીરવ ના માથે ફેરવ્યો….નીરવ એ કોઈ એક્સપ્રેશન ન આપ્યા….મમ્મી બોલ્યા ,”નીરવ કંઈક તો બોલ , આમ ગુમસુમ બેઠો ના રે , છેલ્લા 3 દિવસ થી તું આમ …મમ્મી બોલતા બોલતા રડી પડ્યા….

મમ્મી ને રડતા જોઈ નીરવ ની આંખો વધુ ભરાઈ ગઈ ,….પણ એ કાંઈ ન બોલ્યો…

નીરવ બસ નિશા ના ફોટા સામે જોતો રહ્યો…, મમ્મી થોડું સમજાવી , થોડો સમય નીરવ પાસે બેસી અને રૂમ ની બહાર ચાલ્યા ગયા…નીરવ ત્યાં ને ત્યાં બેઠો રહ્યો….

સમય વીતતો ગયો , નીરવ એ દુઃખ માં થી ઉગર્યો જ નહીં, નિશા ની યાદો માં ખોવાઈ ને રહેવું એની આદત બની ગઈ.બે વર્ષ વીતી ગયા , 28 વર્ષ ના નીરવ ની ઝીંદગી બે ન વચ્ચે ઉલજાઈ ગઈ, નોકરી અને નિશા ,નીરવ આખો દિવસ કામ કરતો અને ફ્રી સમય માં નિશા ને યાદ કરતો…કોઈ સાથે બોલવું ચાલવું , હસવું એ બધું નીરવ ભૂલી ગયો, પરિવાર ની લાખો કોશિશ પછી પણ નીરવ ની સ્થિતિ માં કાંઈ સુધાર ન આવ્યો, પણ કંપની માંથી નીરવ ના પ્રમોશન નો લેટર આવ્યો….

પ્રમોશન ની સાથે બીજા શહેર જવા ની શરત પણ સાથે આવી….નીરવ તૈયાર હતો પણ એના મમ્મી ને ડર હતો….”બધા વચ્ચે રહી ને પણ નીરવ એકલો પડી ગયો છે , ત્યાં તો સાચે એકલો હશે …ભગવાન ન કરે ને નીરવ…નીરવ ના મગજ કાંઈ ઊંધા સીધા વિચારો આવી ગયા તો. ” મમ્મી પોતાની વ્યથા અને ચિંતા વ્યક્ત કરતા બોલ્યા….

ત્યાં જ નીરવ બોલ્યો, “તમે ચિંતા ન કરો ,આટલો નબળો નથી હું .. , કે કંઈક કરી બેસું….” આટલું કહી નીરવ પોતાના રૂમ માં ચાલ્યો ગયો.

પાપા મમ્મી ને સમજાવતા બોલ્યા, “શારદા જાવા દે એને , ઈચ્છા છે એની તો, શાયદ હવા ફેર થાય તો એનું મન પણ થોડું હળવું થાય….”

મમ્મી એ પણ કમને હા પાડી દીધી…. અઠવાડિયા બાદ નીરવ અજાણ્યા શહેર માં અજાણ્યા લોકો વચ્ચે રહેવા નીકળી પડ્યો…કંપની તરફ થી રહેવા ની સુવિધા આપવા માં આવી હતી….

નીરવ એ એડ્રેસ પર પહોંચ્યો…બે માળ ના એ ઘર માં નીચે નો ફ્લોર નીરવ નો હતો…
બધો સામાન સેટલ કર્યો…ત્યાં જ સાંજ નો સમય થઈ ગયો ,અને નીરવ એના ઘર ની ટેરેસ પર ઠંડી હવા લેવા પહોંચ્યો….ટેરેસ પર પહોંચતા જ એને જોયું ત્યાં ની પારી પર વાળ ખુલ્લા રાખી ને એક છોકરી બેઠી હતી….નીરવ એ એની તરફ જોયું…અને આગળ વધ્યો… નીરવ ની હાજરી થી એ અજાણી છોકરી એ પોતા નું મોઢું ડાબી તરફ ફેરવ્યું , ત્યાં નીરવ એ જોયું , એ છોકરી એ હોઠ વચ્ચે થી હાથ ની આંગળી વચ્ચે સિગરેટ લીધી અને હવા માં ધુમાડા છોડતી હતી…

નીરવ થોડો આગળ પહોંચ્યો, ત્યાં અચાનક એ છોકરી ની નજર નીરવ પર પડી…અચાનક કોઈ ને પોતાની નજીક ઉભો જોઈ એ થોડી ડરી ગઈ અને હાથ માં પકડેલ સિગરેટ નીચે મૂકી દીધી….

થોડી ક્ષણો પછી એ નોર્મલ થઈ અને નીરવ ને પૂછ્યું , તમે કોણ ?

નીરવ એ શાંત રહી જવાબ આપ્યો,” હું અહીંયા ફર્સ્ટ ફ્લોર પર રહેવા આવ્યો છું…., મારુ નામ ..”

ત્યાં જ નીરવ ને વચ્ચે અટકાવતા એ બોલી ,”નીરવ ને ”

નીરવ આશ્ચર્ય માં “તમને કેમ ખબર ?”

પેલી હસી અને બોલી , બીજો ફ્લોર અમારો છે …મતલબ અમે ત્યાં રહીએ છીએ..લાલવાણી એ કીધું હતું તમે આવવા ના છો….

નીરવ વિચાર માં પડી બોલ્યો, લાલવાણી. ?

અરે કિશન લાલવાણી ..એની અન્ડર જ તમે કામ કરો છો ને…પેલી પોતાના બેફિકરા અંદાજ માં બોલી.

તમે એમને ઓળખો છો સારી રીતે..?

“હા ખૂબ સારી રીતે…તમારી જેમ મારા એ બોસ છે…..પણ ઓફીસ એ ..અહીંયા નહિ…એટલે લાલવાણી.”….આટલું બોલી અને એ હસી પડી….

ત્યાં જ દૂર નીચે થી આવજ આવ્યો , “નિશા …ઓ નિશા….અહીંયા આવ તો…”
અરે મમ્મી….., બોલતી પેલી છોકરી ઉભી થઇ ગઇ…. અને દોડતી નીચે તરફ જવા લાગી…..નીરવ એની સામે ઉભો ઉભો જોતો હતો, ….પેલી પાછળ ફરી અને બોલી , “કોઈ ને કહેતા નહીં કે હું અહીં બેઠી બેઠી સિગરેટ પીતી હતી…”

નીરવ એ શાંત ચહેરે હા પાડી…અને પેલી ચાલ્યી ગઈ…..

રાત પડી નીરવ બારી પાસે ઉભો હતો , કંઈક વિચારતો હતો , બે વર્ષ માં પેહલી વખત નીરવ કોઈ છોકરી વિસે વિચારતો હતો , એ અગાશી માં મળેલ એ છોકરી , જેનું નામ શાયદ નિશા જ હતું….

બીજે દિવસે સવારે નીરવ ઓફીસ માટે નીકળ્યો….ઓફીસ એ પહોંચતા જ તેની આંખો એ પેલી છોકરી ને શોધી કાઢી….ત્યાં જ કિશન લાલવાણી એ નીરવ ને કેબિન માં બોલાવ્યો..અને કહ્યું કે દિશા નામ ની છોકરી તમારી અન્ડર કામ કરશે…..

નીરવ બહાર આવી અને સેક્રેટરી ને કહી દિશા ને પોતાની કેબિન માં બોલાવી….

ત્યાં જ પેલી છોકરી અંદર આવી….નીરવ એને જોઈ બોલ્યો…,તમે …બોલો શું કામ છે…..

કાલ બેફિકર રીતે બોલતી છોકરી બિલકુલ શાંત બની ને બોલી ,”સર , તમે જ મને અહીં બોલાવી….હું દિશા….

નીરવ બોલ્યો…ઓહ, મને થયું તમારું નામ નિશા છે….

આટલું બોલી નીરવ અને દિશા કામ ની વાતો માં ખોવાય ગયા…

ફરી તે દિવસે સાંજે નીરવ ટેરેસ પર પહોંચ્યો….. દિશા ત્યાં જ બેઠી હતી અને કાલ ની જેમ સિગરેટ ફૂંકતી હતી….

આટલી બેફિકર છોકરી ઓફીસ માં આટલી શાંત કેમ હતી…., નીરવ બોલ્યો…

દિશા હસી અને બોલી , ત્યાં હું , હું નહતી….હું સાચી આ છું…. ત્યાં હું એક બીજી વ્યક્તિ બની ને રહું છું….તારી જેમ….

નીરવ કાંઈ સમજ્યો નહીં ,”મારી જેમ ,એટલે?”

હા , દુનિયા ની સામે શાંત રહેવા વાળો , કોઈ ની સામે કામ સિવાય ની અન્ય કોઈ વાતો કર્યા વગર નો વ્યક્તિ….મારી પાસે આવી વાતો કરવા લાગ્યો , તો સાચો નીરવ આ છે…. હમ્મ,
દિશા એના બેફિકરા અંદાજ માં બોલી ,

નીરવ ટોપિક ચેન્જ કરતા બોલ્યો, તું આ સિગરેટ કેમ ફૂંકે છે ?

બીમારી થી દુર રહેવા….,

મતલબ ,નીરવ એ આશ્ચર્ય માં પૂછ્યું ,

મતલબ કે હું સિગરેટ ન ફંકુ તો તારી જેવી બની જાઉં….તારા પત્ની ના મૃત્યુ પછી તું જે બની ગયો છે….એવી હું પણ બની જાઉં…ડિપ્રેસ…., સિગરેટ ફૂંકતા દિશા બોલી.

તારું પણ કોઈ નજીક નું મૃત્યુ પામ્યું છે ? નીરવ બોલ્યો .

મારો બોયફ્રેન્ડ , જેની સાથે મારી સગાઈ થવા ની હતી , સગાઈ ના ઠીક એક દિવસ પહેલા….,આંખો માં આછા પાણી સાથે દિશા બોલી….

કેટલો સમય થયો ?નીરવ એ રસ ધરાવતા પૂછ્યું.

છ મહિના અને દસ દિવસ….

હું પણ તારી જેમ બિલકુલ તૂટી ગઈ હતી…પણ મેં તારી જેમ હાર ન માની , અને એટલે જ હું તારી જેમ ડિપ્રેશન માં ન ચાલ્યી જાઉં એટલે આ સિગરેટ નો સહારો લીધો મેં….

અને હા એવું નથી કે હું એને યાદ નથી કરતી….દરરોજ દરેક ક્ષણે હું એને યાદ કરું છું ,બસ મારા માતા પિતા માટે હું એ દર્દ ને ક્યાંક છુપાવી અને આગળ વધી…..

તારે પણ વધવું જોઈ…., દિશા એ નીરવ ના હાથ પર પોતાનો હાથ રાખ્યો .

અને એ હાથ પકડી નીરવ રડી પડ્યો…..ખૂબ રડ્યો…..એને રડતા જોઈ દિશા ની પણ આંખો ભરાઈ આવી….

એ દિવસ એમ જ પૂરો થઈ ગયો….ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા, દિશા અને નીરવ ની દોસ્તી આગળ વધતી રહી…..

એ દિવસ છે અને આજ નો દિવસ….

નીરવ ના ચેહરા પર એ સ્માઈલ પાછી આવી ગઈ, પેહલા ની જેમ હસતો ખેલતો બની ગયો , અને દિશા એ પણ સિગરેટ ફૂંકવા નું છોડી દીધું…….

લેખક – મેઘા ગોકાણી
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏