હંમેશા ખુશ રહેતી ઉષાએ કરી આત્મહત્યા, એઇમ્સ હોસ્પિટલની 28 વર્ષની નર્સે મરતા પહેલા કહ્યું, સોરી મા, સોરી બાબા, મારી મોતનું કારણ …

તારું ડોક્ટર સાથે લફડું ચાલે છે, 3 વર્ષથી મારી સાથે…..જાણો કેમ AIMS ની ઉષાએ આત્મહત્યા કરી…જાણીને તમારુ પણ હૈયુ કંપી ઉઠશે

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર માનસિક ત્રાસ કે શારીરિ હેરાનગતિ અથવા તો પ્રેમ સંબંધને કારણે આપઘાત જેવું પગલુ ભરવામાં આવતુ હોય છે. હાલમાં આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક નર્સે તેના પ્રેમીને કારણે આપઘાત જેવુ આત્મઘાતી પગલુ ભર્યુ હતુ.બિહારની રાજધાની પટનામાંથી આપઘાતનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીંની એઈમ્સ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં સામેલ 28 વર્ષની યુવતીએ બ્લેકમેઈલિંગથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતીને અન્ય કોઈ નહીં પરંતુ તેના પ્રેમીએ જ બ્લેકમેલ કરી હતી.

28 વર્ષિય મૃતક ઉષા રાનીએ સોમવારના રોજ આપઘાત કર્યો હતો. તે વૃંદાવન કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતી હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આમાં અમિત ટોપ્પો પર મોતનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર મામલાને અફેરના એંગલ સાથે જોડીને પણ તપાસ કરી રહી છે.મૃતકના મિત્રએ જણાવ્યું કે યુવતીનો બોયફ્રેન્ડ તેના પર ખૂબ જ શંકા કરતો હતો અને ફોન પર તેની અંગત તસવીરો વાયરલ કરવાની ધમકી આપતો હતો.તેણે સુસાઇડ નોટમાં તેના પ્રેમી પર આરોપ પણ લગાવ્યા છે. યુવતીના મિત્રએ જણાવ્યું છે કે તેનો બોયફ્રેન્ડ યુવતી કોની સાથે છે તે જાણવા વારંવાર ફોન કરતો હતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તેની આ હરકતોએ યુવતીનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું અને તેના કારણે તેણે પોતાનો જીવ આપી દીધો હતો. યુવતીએ પોતાની સુસાઈડ નોટમાં ‘અમિત ટોપ્પો’નો ઉલ્લેખ કર્યો હતો અને તેને મોત માટે જવાબદાર ગણાવ્યો હતો. ઘટના બાદ પોલીસે એફઆઈઆર નોંધીને અમિત ટોપોની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી. રિપોર્ટ્સ અનુસાર, યુવતી આરોપી અમિત ટોપ્પોને સોશિયલ મીડિયા દ્વારા મળી હતી. આ પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેનું લગભગ ત્રણ વર્ષથી અફેર ચાલી રહ્યુ હતું. પરંતુ બાદમાં અમિતે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું.

જણાવી દઇએ કે, મૃતક ઉષા રાની છેલ્લા કેટલાક સમયથી ફુલવારી શરીફની વૃંદાવન કોલોનીમાં રહેતી હતી. સોમવારે બપોરે ફુલવારી શરીફ પોલીસને માહિતી મળી હતી કે ઉષા રાનીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકની લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. રૂમમાંથી મળી આવેલી સુસાઈડ નોટમાં લખ્યુ હતુ કે, ‘સોરી મા, સોરી બાબા, મારા મોતનું કારણ માત્ર અમિત ટોપ્પો છે.’ ઉષા પટના AIIMSમાં કોન્ટ્રાક્ટ પર નર્સ તરીકે કામ કરતી હતી.

પટના AIIMS

AIIMSમાં કામ કરતી મૃતકના એક સહકર્મીએ જણાવ્યું કે અમિત તેને કામ દરમિયાન પણ ફોન કરતો અને તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. તે હંમેશા યુવતી સાથે વાત કરવા માંગતો હતો અને તે અન્ય કોઈ પુરૂષ સાથે છે કે કેમ તે જાણવા માટે વિડિયો કોલ કરવાનો પ્રયાસ કરતો હતો. અમિત પાસે યુવતીની કેટલીક ખાનગી તસવીરો અને વીડિયો પણ હતા. તે તેને ફોન પર ધમકી આપતો હતો અને કહેતો હતો કે જો તું મારી સાથે વાત નહીં કરે તો હું આ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ. અમિતની આ બધી હરકતોથી યુવતી હંમેશા પરેશાન રહેતી હતી અને અંતે તેણે જીવનનો અંત આણ્યો હતો.

Shah Jina