ખબર

દર્દથી પીડાતા યુવકે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી મિત્રને વિડીયો મોકલી કહ્યું, મને બચાવો

કોરોના વાયરસના કારણે ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે અને આ રોગ એવો છે જેના નિદાન પહેલા રજા પણ નથી આપી શકાતી ત્યારે વડોદરાનો એક યુવક જે લોકડાઉનના કારણે અમદવાદમાં ફસાયો હતો અને કોરોણ તેને પણ લાગી જતા અમદાવાદની સોલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાં તેને પોતાના મિત્રને એક વિડીયો મોકલી પોતાની આપવીતી જણાવી હતી.

Image Source

મૂળ વડોદરાનો વતની અને લાઇનિંગનો વવસાય કરતો નિલેશ રામદાસ જીન્ગર ગઈ 23મીએ જ પોતાના પરિવાર સાથે અમદાવાદ આવ્યો હતો, અને ત્યાં તે એક સંબંધીના ઘરે રોકાયો હતો. અમદાવાદમાં તેને તાવ, શરદી ખાંસી લાગતા તે સોલા સ્થિત સિવિલ હોસ્પિટલમાં ગયો હતો અને ત્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઇસોલેશન દાખલ કરવામાં આવ્યો હતો.

Image Source

સિવિલમાં તેને યોગ્ય સારવાર ના મળતી હોવાના કારણે તે ખુબ જ કંટાળી ગયો હતો અને તેના મિત્રને એક વિડીયો બનાવી પોતાની આપવીતી જણાવી હતી, પોતાની આપવીતીમાં તેને કહ્યું હતું કે:”સોલા સિવિલમાં કોરોના નેગેટિવ અને પોઝિટિવ દર્દીઓને સાથે રાખવામાં આવે છે. આઇસોલેશન વોર્ડમાં મારી સાથે ૩૨ દર્દીઓ દાખલ છે. દર્દીઓના બેડ નજીક છે અને વોર્ડમાં એક જ બાથરૂમ છે. ત્રણ દિવસે સફાઈ થતી નથી. મારી તબિયત બગડતી જાય છે. ડોક્ટર્સ જોવા આવતા નથી અને નર્સ ગેટ આઉટના જવાબો આપે છે. ડોક્ટર્સ આઠ દિવસમાં ચાર વખત જોવા આવ્યાં છે. ઓળખાણ હોય તો કામ પતે છે. મારા મિત્રો મને અમદાવાદથી વડોદરા લઈ જાવ. હવે સહન થતું નથી, હાથ જોડું છું, પ્લીઝ બચાવી લો. મારી છોકરી નવ વર્ષની છે મારે જીવવું છે. અહીં લાગતું નથી મારું કઇ થશે, હું ફસાઈ ગયો છું.”

Author: GujjuRocks Team