...
   

“કોરોનાથી ડર નથી લાગતો સાહેબ, આ પંખાથી લાગે છે”, જુઓ આવું શું કામ કહી રહ્યો છે હોસ્પિટલમાં દાખલ આ દર્દી

એક તરફ કોરોનાના મામલાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ હોસ્પિટલમાં પણ હવે જગ્યા ખાલી નથી બચી.  એવામાં હોસ્પિટલની અંદરથી પણ ઘણા ભાવુક કરી દેનારા વીડિયો સામે આવી રહ્યા છે.

હાલ મધ્ય પ્રદેશના છીંદવાડામાં હોસ્પિટલની અંદર દાખલ એક દર્દીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ફિલ્મ દબંગના ડાયલોગની તર્જ ઉપર કહે છે, “કોરોનાથી નહિ સાહેબ, પંખાથી ડર લાગે છે.”

હોસ્પિટલમાં દાખલ આ દર્દી પ્રસાશનને વોર્ડની અંદર ખખડધજ હાલતમાં રહેલા આ પંખાને બદલાવ માટે માંગણી કરી રહ્યો છે. 2 મિનિટ 17 સેકેન્ડના આ વીડિયોની અંદર એક યુવક ચહેરા ઉપર માસ્ક લગાવીને બેડ ઉપર સૂતો જોવા મળી રહ્યો છે.

વીડિયોની અંદર તે જણાવી રહ્યો છે કે કોરોનાનો એટલો ડર નથી જેટલો તેના માથા ઉપર લાગેલા પંખાનો ડર છે. આ વાયરલ વીડિયોની અંદર પંખાને જોઈને લાગી રહ્યું છે કે તે ગમે ત્યારે નીચે પડી શકે છે.

વાયરલ વીડિયોની અંદર યુવક જણાવી રહ્યો છે કે “મિત્રો આ હું છીંદવાડા જિલ્લાના સૌથી મોટી હોસ્પિટલમાં ભરતી છું. આ મારા બેડની ઉપર એક વિદેશી પંખો છે. જેને જોઈને જ ડર લાગે છે. ત્યારબાદ યુવક જે કહે છે તેને જોઈને દબંગ ફિલ્મનો ડાયલોગ યાદ આવી જાય. “કોરોનાથી ડર નથી લાગતો સાહેબ, આ પંખાથી લાગે છે”

સોશિયલ મીડિયામાં હવે આ પંખાને લઈને ઘણા લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ ગયો છે. જુઓ તમે પણ….

Niraj Patel