ખબર

જન્મ થતા જ દીકરીનો કર્યો તિરસ્કાર, હવે બાપે કર્યું એવું કાર્ય કે લાડલીના આંખોમાંથી આંસુ વહ્યા

મા-બાપે તરછોડી દીધી ક્યૂટ દીકરીને, ‘યશોદામૈયા’એ ઉછેરી પણ હવે માતાથી પણ વિખૂટી પડી, આજનો સ્પેશિયલ સ્ટોરી: જો કોઈ 9 વર્ષ દીકરી તેની ‘યશોદામૈયા’ને વળગીને રડી રહી હોય ભાગ્યે જ કોઈ સમજી શકે. આ મામલો જલાલપુર ગામનો છે. જ્યારે આ છોકરીનો જન્મ થયો ત્યારે માતાપિતાએ છૂટાછેડા લીધા. બાળકને ઉછેરવાની જવાબદારી કોઈ સબંધીને સોંપવામાં આવી હતી.યશોદા મૈયાએ છોકરીને તેની પુત્રી તરીકે ઉછેર કર્યો હતો. હવે પિતાએ કાનૂની લડતથી પુત્રીનો કબજો મેળવ્યો છે.

જ્યારે પિતા તેની સાથે દીકરીને લેવા પહોંચ્યા ત્યારે આ દીકરી રડી પડી હતી.આ બાળકી તેની યશોદા મૈયાને છોડવા સંમત નહોતી.બંને કલાકો એકબીજા સાથે રડતાં રહ્યાં. ખૂબ જ મુશ્કેલીથી પુત્રીને પિતા પાસે લઈ જવામાં આવી.આ બાળકીના પિતા ફોજમાં છે.બાળકીના પિતા રજામાં આવતા હતા ત્યાર તે દીકરી સાથે સમય વિતાવતા હતા.હવે તેને આ બાળકીની કસ્ટડી મળી ગઈ છે.

બાળકીએ રડીરડીને ફરિયાદ કરી કે આ ફેંસલા પર વિચાર કરવામાં આવે. બાળકી તેની યશોદા માતા સાથે રહેવા માંગે છે.જ્યારે બાળકીના પિતા તેને લેવા પહોંચ્યા તેને રડતી જોઈને ત્યાં હાજર લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.બાળકી તેની માતાને છોડવા માંગતી ના હતી. પરંતુ મામલો કોર્ટનો હતો, તેથી તે રડવા સિવાય બીજું કંઇ કરી શકી નહીં.દીકરી અને તેની માતા યશોદા કલાકો સુધી રડતાં અને એકબીજા સાથે ચોંટેલા રહ્યા હતા.જન્મતા જ તરછોડી દીધી હતી બાળકીને હવે નવ વર્ષ બાદ પિતા મળ્યા છતાં પણ કલાકો સુધી રડતી રહી.