જીવનશૈલી મનોરંજન

પતિ હોય તો શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા જેવો, ગીફ્ટ કરી એવી-એવી ચીજો કે જાણીને હોંશ ઉડી જશે…

વાહ…પતિ હોય તો રાજ જેવો- જુઓ કેવી કેવી ગિફ્ટ આપી

શિલ્પા શેટ્ટીનાં ચહેરા પરની ચમકનું રહસ્ય માત્ર યોગા જ નહીં, પણ તેના પતિ સાથેનું ખુશખુશાલ જીવન પણ છે. બધા જ જાને છે કે શિલ્પા શેટ્ટીએ એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે જેનો લંડન બેસ્ડ બિઝનેસમેન છે.

Image source

જેમનું નામ રાજ કુન્દ્રા છે. રાજ કુન્દ્રા પણ હંમેશા પોતાની પત્ની શિલ્પાને ખુશ રાખવાના પ્રયત્નો કરતા રહે છે. શિલ્પા પોતાનું વૈવાહિક જીવન ખૂબ જ સારી રીતે માણી રહી છે.

રાજ પોતાની પત્ની શિલ્પાને હંમેશા ખુશ રાખવા માગે છે અને લગ્ઝરી લાઈફ આપવા માગે છે. વર્ષ 2009માં બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. રાજ શિલ્પાને ખુબ જ પ્રેમ કરે છે, પોતાના પ્રેમનો ઈઝહાર કરવા માટે શિલ્પાને ઘણી મોંઘી ભેંટો આપતા રહે છે.

Image Source

એનિવર્સરી પર રાજ કુન્દ્રાએ પત્ની શિલ્પા ને આપી આટલી મોંઘી કાર, કિંમત સાંભળીને હોંશ ઉડી જશે…

રાજ કુંદ્રાએ શિલ્પાને 2.05 કરોડની રેન્જ રોવર વોગ ગિફ્ટ કરી છે. આ સમયે પર રાજે શિલ્પાને ગુલાબના ફૂલોનો બુકે પણ આપ્યો હતો અને શિલ્પાને ખુશીથી ગળે પણ લગાવી હતી. આ પછી શિલ્પા-રાજ લોન્ગ ડ્રાઇવ માટે પણ ગયા હતા. શિલ્પાએ એક વિડીયો પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે.

રાજ કુંદ્રાએ શિલ્પાને પોતાની ત્રીજી વેડિંગ એનિવર્સરી પર બુર્જ ખલીફામાં ફ્લેટ ભેટમાં આપ્યો હતો. બુર્જ ખલીફા દુનિયાની સૌથી મોટી ઈમારત છે અને તેઓએ તેમાં 19મા માળ પર આ ફ્લેટ ખરીદ્યો છે. જેની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા છે.

આ સિવાય રાજ શિલ્પાને ઘણી ભેટો આપતા જ રહે છે. રાજે એનિવર્સરી પર શિલ્પાને 50 લાખની કિંમતના ડિઝાઈનર ચણિયાચોળી પણ ભેટમાં આપ્યા હતા. એની સાથે એક ડાઈમંડ રીંગ પણ આપી હતી જે 20 કેરેટની હતી અને તેની કિંમત 3 કરોડ હતી. જો કે એક ઈન્ટરવ્યું દરમિયાન શિલ્પાએ જણાવ્યું કે તે બુર્જ ખલીફા વાળી પ્રોપર્ટી વેચી ચુકી છે.

શિલ્પાનું સપનું હતું કે તેઓ પણ એક આલીશાન ફ્લેટ હોય, અને પત્નીની આ જ ઈચ્છા પૂરી કરવા માટે રાજ કુન્દ્રાએ તેને એક બંગલો ગીફ્ટ કર્યો હતો, જેનું નામ ‘કિનારા’ છે. શિલ્પા પોતાનો મોટાભાગનો સમય અહી જ પસાર કરે છે.માત્ર દુબઈ અને મુંબઈ જ નહી પણ નોઈડામાં આવેલી 80 માળની ઇમારત સુપરનોવામાં પણ રાજે શિલ્પાને એક 300 સ્કવેર ફૂટનો ફ્લેટ આપ્યો હતો.

Image Source

રાજ કુન્દ્રાએ રાજ મહલ સિવાય પણ લંડનમાં એક લગ્ઝરી હાઉસ ખરીદ્યું છે જેની કિંમત 7 કરોડ છે. જેમાં 7 રૂમ છે, અને આ ઘર ખુબ જ આલીશાન છે. જેનું નામ ‘રાજ મહલ’ છે. આ ઘર સેન્ટ્રલ લંડનમાં છે. રાજ મોંઘી કાર્સનાં ખુબ જ શોખીન છે તેણે BMW અને લમ્બોર્ગીની જેવી કારો પણ શિલ્પાને ગીફ્ટ કરેલી છે. જ્યારે રાજ કુન્દ્રાએ શિલ્પાને લમ્બોર્ગીની કાર ગીફ્ટ કરી હતી ત્યારે તે ખુબ જ ચર્ચામાં આવી હતી કેમ કે ત્યારે તે કાર ભારતમાં લોન્ચ પણ થઇ ન હતી. આ કારની કિંમત 3થી 5 કરોડ રૂપિયાની વચ્ચે જણાવવામાં આવી રહી છે.